________________
૬૮
બોધસાર ઇન્દ્રિય-વિષયો તથા કષાયોનો નિગ્રહ કરીને બાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ઘર્મ તપધર્મ કહેવાય છે.
બાહ્ય યુદ્ધોથી શું વળ્યું? પોતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરો. પોતા વડે પોતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે.
માથું મુંડાવવા માત્રથી કોઈ સાધુ બની શકતો નથી, ૐનો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતો નથી, જંગલમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી, તેમજ દર્ભનાં વસ્ત્ર પહેરવાથી તપસ્વી થઈ શકતો નથી. સમતાથી સાધુ બને, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને, જ્ઞાનથી મુનિ બને અને તપથી તપસ્વી બને છે.
વસ્તુ-સ્વરૂપને (જગતના પદાર્થોને) જે યથાર્થપણે જાણે છે, જે નિસંગ છે, જે નિર્ભય છે, જે આશારહિત છે તથા જેનું મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુનિશ્ચલ પ્રકારે સ્થિર થઈ સમાધિ સુખને પામી શકે છે. પદ્ય વિભાગ :
આત્મભાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરૂઆશા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.
શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org