________________
બોધસાર
૩૯ પદ્ય વિભાગ :
બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે ! રે ગ્રહણ કર તું નિયત આ જો કર્મમોક્ષેચ્છા તને. જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભભાવના તે ઊતરે ભવપાર.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.
જ્યાં લગે આત્મદ્રવ્યનું લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલું કિમ આવ્યું તાર્યું. પ્રથમ આત્મસિદ્ધિ થવા કરિયે જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુધજનનો નિર્ધાર. *આત્મશ્રમોભવ દુઃખ તો આત્મજ્ઞાનથી જાય, તત્ર યત્ન વિણ, ઘોર તપ તપતાં પણ ન મુકાય.
છે દેહાદિથી ભિન્ન આત્મા રે,
ઉપયોગી સદા અવિનાશ. મૂળ મારગ... એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ.
દુર્લક્ષ્ય જે આશા અને આત્મા વિષે અંતર અતિ,
જેની મતિ વચમાં પડી એ ભેદ પામી થોભતી. *આત્માની ભ્રાંતિથી ઉત્પન્ન થયેલું.
+ આત્મા અને આશા પરમાર્થથી જુદાં છે તેવો લક્ષ થવો વિકટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org