Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 47
________________ ૩૮ બોધસાર હે સાઘક ! તું જ્ઞાનની આરાધના કર. તે જ્ઞાન પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, મોક્ષલક્ષ્મીને રહેવા માટે કમળ સમાન છે, ઇચ્છારૂપી સાપને વશ કરવા માટે મંત્ર સમાન છે, ચિત્તરૂપી હાથીને જીતવા માટે સિંહ સમાન છે, કષ્ટરૂપી વાદળાંઓને વિખેરવા માટે પવન સમાન છે સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરવામાં દીપક સમાન છે. અને વિષયરૂપી માછલીઓને પકડવા માટે જાળ સમાન છે. જ્ઞાનની પ્રાપ્તિમાં પાંચ મોટાં વિદ્ધ છે, માટે તે વિદ્ગોને દૂર કરી જ્ઞાનની આરાધનામાં ઉદ્યમવંત થઈને વર્તવું. તે પાંચ વિનો નીચે પ્રમાણે છે : ૧. અભિમાન, ૨. આળસ, ૩. ક્રોધ, ૪ પ્રમાદ, ૫ રોગ. સર્વત્ર પ્રિય વચન બોલવું; દુરુવચન બોલનારને પણ ક્ષમા આપવી અને બધાના ગુણોને ગ્રહણ કરવા – આ ધર્મ-આરાધનામાં રુચિવાળા સાધકનાં લક્ષણ છે. જેવી રીતે ધર્મવિહોણો મનુષ્ય સુખ ઇચ્છે છે અથવા કોઈ પાણી વિના પોતાની તરસ છિપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ (અજ્ઞાની) માણસ સાપેક્ષતા (નય)ના અવલંબન વિના વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવા માગે છે. તે જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા મનુષ્યનું જ્ઞાન સાચું છે, તેવી રીતે બધા નયો (દૃષ્ટિઓ)ના સમુદાય દ્વારા વસ્તુના સમસ્ત ધર્મોને (અથવા અવસ્થાઓને) જાણનારા મનુષ્યનું જ્ઞાન સાચું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82