________________
બોધસાર રત્ન વિવેકી પુરુષો મહાન યત્ન કરીને પણ ધારણ કરે છે.
હે જીવ! જેવી રીતે ખેતી, વેપાર, ધંધો, નોકરી, કુટુંબપાલન અને લૌકિક વિદ્યાઓમાં તું ખૂબ પુરુષાર્થ કરે છે તેવી રીતે સંયમની સિદ્ધિ અર્થે જો સન્માર્ગની આરાધના કરે તો તેને નિર્મળ અને અનંત આનંદની પ્રાપ્તિ કેમ ન થાય ? (અર્થાત્ અવશ્ય થાય).
તાત્ત્વિક આનંદની પ્રાપ્તિ સમાધિની સિદ્ધિથી થાય છે, સમાધિની સિદ્ધિ ચિત્તની એકાગ્રતાથી થાય છે, ચિત્તની એકાગ્રતા યથાર્થ બોઘ અને સ્થિરતાના અભ્યાસથી થાય અને તે સ્થિરતા ઈન્દ્રિયજય કરવાથી નિષ્પન્ન થાય છે. આ પ્રકારે તાત્ત્વિક આનંદનું કારણ સંયમની આરાધના છે, માટે વિશિષ્ટ પ્રયત્ન કરીને પણ જિતેન્દ્રિય થવાનો અભ્યાસ દરેક મોક્ષાર્થીને માટે અનિવાર્ય બની જાય છે.
ક્રમે કરીને અભ્યાસેલા સુવિચારના બળથી સંકલ્પબળ વધે છે અને તે વધવાથી ચારિત્રબળ ખીલે છે. સાચું ચારિત્રબળ તેને જ કહી શકાય કે જેનાથી મનુષ્ય દૈનિક જીવનમાં અનેક પ્રકારનાં પ્રલોભનો અને પરીક્ષાઓમાંથી સફળતાપૂર્વક પાર ઊતરી શકે અને મોહને વશ થયા વગર પોતાના જીવનની સિદ્ધિને પ્રાપ્ત કરવા ભણી અડગ નિર્ધાર સહિત ઝઝૂમે.
ઘર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. ક્યો ધર્મ? અહિંસા, સંયમ અને તપરૂપી ધર્મ. જે મનુષ્યનું ચિત્ત આવા ઘર્મની આરાધનામાં નિરંતર લાગેલું રહે છે તે ધન્ય છે, તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે.
સર્વ પ્રકારના જ્ઞાનનું ફળ ચારિત્રની શુદ્ધિ થવી તે છે. શરીરને Jain Education International w For Private & Personal Use Only www.jainelibrary.org