________________
૨
બોધસાર
ધ્યાતા પુરુષની યોગ્યતા
જે આત્મા-અનાત્માનો યથાર્થ વિવેક કરનાર હોય તે વિવેકી કહેવાય છે. જેને દેહ, સંસાર અને ભોગસામગ્રીમાં અનાસક્તબુદ્ધિ ઊપજી હોય તે વૈરાગ્યવાન કહેવાય છે. જે મોક્ષ સિવાય અંતરમાં બીજી ઇચ્છા ન રાખતો હોય તે મુમુક્ષુ કહેવાય છે અને ગમે તેવી અગવડતા વેઠીને પણ ધીરજ અને સહનશીલતા સહિત જે સાધનામાં લાગ્યો રહે તેને તિતિક્ષા નામનો ગુણ હોય છે. આ સાધનાચતુષ્ટયથી સંપન્ન થઈ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓને વારંવાર ભાવવાથી, જીવનમાં આ ભાવનાઓનો અભ્યાસ કરવાથી વિશિષ્ટ પાત્રતા પ્રગટે છે અને ધ્યાન કરવાની શક્તિ વધતી જાય છે.
અહિંસાદિ વ્રતોને, ઇન્દ્રિયો અને મનના નિગ્રહરૂપ સંયમને અને વિવિધ પ્રકારનાં તપને ધારણ કરનાર વિશિષ્ટ પુરુષો ઉત્તમ પ્રકારનું ધ્યાન કરવાને સમર્થ થાય છે.
ચિત્તથૈર્યની (ધ્યાનની) સાધનાના પ્રયોગો
જ્યાં કોલાહલ ન હોય એવી એકાંત શાંત તપોભૂમિમાં ધ્યાન કરવું વધારે હિતાવહ છે. આહારાદિમાં નિયમિતતા અને બ્રહ્મચર્યપાલનમાં પ્રીતિ હોય તેવા સાધકને આસનની સિદ્ધિ જલદીથી થઈ શકે છે. જ્યારે આસનસ્થિરતા એક કલાકની સહેલાઈથી થઈ શકે ત્યારે ધ્યાનમાં પણ વિશેષ એકાગ્રતા આવી શકે છે અને નિદ્રા અને અર્ધનિદ્રારૂપ પ્રમાદ(તંદ્રા)નો જય થઈ શકે છે.
આમ આહાર, આસન અને નિદ્રાનો જય કરીને, આત્માનું શુદ્ધ સ્વરૂપ જેણે જ્ઞાની ગુરુ પાસેથી સારી રીતે જાણ્યું છે તેવો સાધક ક્રમે કરીને વિવિધ પ્રકારનાં ધ્યાનનો અભ્યાસ સફળતાપૂર્વક કરી શકે છે. તે ધ્યાનના અનેક પ્રકાર અને તેની વિગતવાર વિધિ પૂર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org