________________
[૧૨]
ચિત્ત-
ની કેડીએ
ભૂમિકા : - સાધનાની સફળતા ચિત્તની નિર્મળતા અને સ્થિરતા પર આધારિત છે, અને તેની સિદ્ધિ કરવાના અભ્યાસને ધ્યાન કહેવામાં આવે છે. દિવસ દરમિયાન અનેક પ્રકારની ધમાલમાં રહેવું અને એકદમ ચિત્તને સ્થિર કરવું તે નહિ બનવા યોગ્ય છે. જે કાંઈ ખાવાપીવાની, કમાવાની, સમાજસંબંધીની કે મનોરંજનની પ્રવૃત્તિમાં આપણે વ્યસ્ત રહીએ તે તે સર્વ પ્રવૃત્તિ ચિત્તની સાત્ત્વિકતાને સ્થૂળપણે હાનિ ઉપજાવનારી ન હોવી જોઈએ. માટી, ગંદકી કે કાદવમાં ખૂબ કામ કરવાનું બન્યું હોય અને પછી શરીરને ચોખ્ખું કરવું હોય તો તે વખતે સ્નાન કરવામાં ખૂબ સમય અને સાધન-શક્તિની જરૂર પડે છે, જ્યારે સામાન્ય જ્ઞાન તો થોડી જ વારમાં સહેલાઈથી પતી જાય છે. જેમ અહીં શરીરશુદ્ધિની વાત છે તેમ ધ્યાનમાં ચિત્તશુદ્ધિની વાત છે. જો દિવસની ચર્યા દરમિયાન ચિત્ત ખૂબ મલિન થઈ ગયું હશે તો તેને ચોખ્ખું કરવામાં ખૂબ સમય અને શક્તિ લગાડવાં પડશે.
આ ઉપરથી આપણે સતત ખ્યાલ રાખવાનો છે કે આપણે આયોજનપૂર્વક માત્ર તેવી જ પ્રવૃત્તિ કરીએ કે જેથી ચિત્ત મોટા દોષોથી મલિન ન થાય. જો ચિત્ત ઓછું મલિન હશે તો તેની શુદ્ધિ અને સ્થિરતા સાધવામાં આપણને સહેલાઈ અને સરળતાનો અનુભવ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org