________________
૩૭
બોધસાર
આત્મજ્ઞાન સિવાયના અન્ય કાર્યમાં બુદ્ધિમાન પુરુષોએ પોતાનું ચિત્ત લાંબા સમય માટે જોડવું નહીં; કોઈ ખાસ કારણથી અન્ય કાર્ય કરવું પડે તો કાયા અને વાણીથી કરવું, તન્મય થઈને નહીં.
જ્ઞાનનું ફળ વિરતિ છે વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો તે વાંચવું, તે વિચારવું, તે સમજવું અજ્ઞાન છે, વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.
આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવ પ્રવૃત્તિ માટે એવો જિનનો નિશ્ચય છે. મિથ્યા પ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. - જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર
હો.
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org