________________
[૭] જ્ઞાન-પ્રેરક વચનો
ગદ્ય વિભાગ :
આ જગતમાં જ્ઞાન જેવું સુખપ્રાપ્તિનું બીજું કોઈ સાધન નથી; તે જ જન્મ-જરા-રોગ-મરણનો નાશ કરવાવાળું પરમ અમૃત છે. માટે મુમુક્ષુએ પ્રયત્નપૂર્વક સઅસનો વિવેક કરવા માટે સદ્ગુરુથી જ્ઞાન મેળવવું જોઈએ.
*
આ જગતમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ કોઈ પણ નથી.
અજ્ઞાનપૂર્વકની દીર્ધકાળની સાધના તેટલું ફળ નથી આપી શકતી, જેટલું ફળ સાચા જ્ઞાનપૂર્વકની થોડી ક્ષણની સાધના પણ આપી શકે છે.
મોટી ઉંમરે પણ જ્ઞાનપ્રાપ્તિનો યત્ન કરવો જોઈએ. નિરાશ થઈ, વીતેલા કાળ પર દૃષ્ટિ ન દેતાં, જ્ઞાની પાસેથી નિયમ લઈ, નિયમપૂર્વક અને ક્રમબદ્ધ રીતે સ્વાધ્યાયરૂપી તપમાં પ્રવર્તી જ્ઞાનપ્રાપ્તિ કરવી.
જ્ઞાન તો તેને કહિયે જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સાચાને સાચું જાણે, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. જેના વડે આત્મામાં ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન.
અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા છે તેટલા ભેદજ્ઞાન (સ્વ-પર વિવેક)થી જ સિદ્ધ થયા છે અને જેટલા બંધાયેલા છે તેટલા તેના અભાવથી જ બંધાયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org