Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 56
________________ બોધસાર ૪૦ સ્વચ્છંદતાના નિરોધમાં વિનો હું મોટો છું”, “સમજું છું', “મારા જેવો બીજો કોણ છે', આમ વર્તવાથી મને બાધ નહિ થાય એ ઈત્યાદિ મિથ્યાભિમાનના ખ્યાલો જ્યાં સુધી જીવનમાં છે ત્યાં સુધી મનુષ્ય પ્રગતિના પંથે વળી શકતો નથી. પરંતુ મધ્યસ્થ થઈને, જરા થોભીને વિચાર કરે તો કામ થાય. અનેકવિધ ક્ષેત્રોમાં મારા કરતાં પણ વિશેષ એવા કેવા કેવા મહાનપુરુષો થયા છે તેનો વિચાર કરે તો પોતાનું તુચ્છપણું સમજાય અને પોતાના કુળનું, જ્ઞાનનું, પૂજાનું, કીર્તિનું, શરીરનું, રૂપનું, ધનનું, યૌવનનું કે રિદ્ધિસિદ્ધિનું અભિમાન દૂર થાય. જો આમ નમ્રતા, ગુણગ્રાહકતા, કોમળતા આવે તો કામ થાય અને મનમોજીપણું જ છૂટે. આમ, જો સ્વચ્છંદનો ખોટો રસ્તો છોડી દે તો થોડા કાળમાં જ સર્વ દુર્ગુણો નાશ પામે અને અનેક પ્રકારના સગુણોને પ્રાપ્ત થઈ ઉત્તમ સુખ પામી શકે. માટે જ કહ્યું છે : સાTI, ઘો સાIIT તવો–આજ્ઞાનું આરાધન તે જ ધર્મ, આજ્ઞાનું આરાધન તે જ ત૫.” સ્વછંદનિરોધનો મહિમા (૧) રોકે જીવ સ્વછંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જિન નિર્દોષ. (૨) જ્યાં જેટલો સ્વરચ્છેદ દબાયો છે ત્યાં તેટલી બોબીજ યોગ્ય ભૂમિકા ઉત્પન્ન હોય છે. (૩) પાંચ ઇન્દ્રિયો અને મનના નિરંકુશ છંદે ચાલવાથી આ લોકમાં રોગ, નિર્ધનતા તથા અપકીર્તિ અને આગામી કાળમાં નીચ ગતિનાં દુઃખો સહન કરવો પડે છે. (૪) જેમ જેમ સદ્ગુરુનાં વચનો પ્રમાણે ચાલે તેમ તેમ પાત્રતા વધે અને જીવ ક્રમે કરીને મોક્ષમાર્ગમાં સુસ્થિત થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82