Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 63
________________ ૫૪. બોધસાર (૩) સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવત ભવંત લો. (૪) ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહશોભવિહીન નિજ પરિણામ છે. (૫) તે ધર્મ જેહ દયાવિમળ, દીક્ષા પરિગ્રહમુક્તિ છે, તે દેવ જે નિર્મોહ છે ને ઉદય ભવ્યતણો કરે. (૬) ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન, અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. (૭) મનુષ્યભવ, ઉત્તમ કુળમાં જન્મ, વિસ્તૃત વૈભવ, લાંબુ આયુષ્ય, તંદુરસ્ત શરીર, ઉપકારી મિત્રો, બુદ્ધિમાન શીલવતી ધર્મપત્ની, પરમાત્મામાં ભક્તિ, આત્મજ્ઞાનીપણું, વિનયસંપન્નતા, ઈન્દ્રિયવિજય, સુપાત્રધન પ્રત્યે ઉત્સાહ - આ બધાની પ્રાપ્તિ આ દુનિયામાં વિશિષ્ટ ધર્મની આરાધના વડે જ વિરલ પુરુષોને થઈ શકે છે. (૮) અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ. અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ ! આ વિશ્વમાં સર્વ કાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો. (૯) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધર્મ કહે છે..... શ્રીમતુ વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાલ જયવંત વર્તો. (૧૦) હે ભાઈ ! તું નિરંતર વિચાર કર્યા કરે છે કે ધન કેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82