Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 57
________________ ४८ બોધસાર (૫) ખોટી ટેવો છોડી દેવી, ખોટી વાતોમાં રસ ન લેવો, ખોટાં કાર્યો દૃઢતાપૂર્વક ત્યજી દેવાં અને પોતાના જીવનને અનેક સાત્ત્વિક અને શુદ્ધ ભાવોવાળું બને તેવા કાર્યોમાં લગાવી દેવું તે સ્વચ્છંદ ટાળવાનો વ્યાવહારિક ઉપાય છે. જે વડે જીવન પવિત્ર અને ઉન્નત બની જાય છે. (૬) ભવભયરહિતપણે, જ્ઞાની પુરુષોની આજ્ઞા પર પગ મૂકીને નિર્ધ્વસ (તીવ્ર વિકારયુક્ત) પરિણામ સહિત જે વર્તે તે સ્વચ્છંદી બને છે. જ્ઞાનીની પ્રત્યેક આશા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાવિક કે મોટા-નાનાની કલ્પના કરવી નહિ,તેમ જ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહિ. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. જો સ્વછંદ મટે તો જીવનું કલ્યાણ થાય. સત્પાત્રતાના અભાવમાં શ્રવણાદિનું નિષ્ફળપણું આજકાલ પ્રવચન, ધર્મકથા અને પરમાત્મ-સંકીર્તન સાંભળવાની પ્રવૃત્તિ તો ઠીક ઠીક પ્રમાણમાં દેખાય છે અને તે કોઈ અપેક્ષાએ યોગ્ય પણ છે, પરંતુ જ્યારે તે પ્રવૃત્તિથી સાધકના જીવનમાં ઉત્પન્ન થતા લાભ પ્રત્યે દૃષ્ટિપાત કરીએ ત્યારે સખેદ કહેવું પડે છે કે તેવો લાભ નહિવત્ જ જોવામાં આવે છે. પાત્રતાની પૂર્વભૂમિકાનું નિર્માણ નહિ થયું હોવાને લીધે જ આ શ્રવણાદિનું નિષ્ફળપણું થાય છે અને અખાભગતે કહેલી પેલી જૂની કહેવત ચરિતાર્થ થાય છે કે – “તીરથ કરતાં ત્રેપન ગયાં, જપમાળાનાં નાકાં ગયાં, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82