Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 43
________________ ૩૪ બોધસાર (૩) “રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે કદી સૂઈ ન રહેવું.” તથા “જા જા નિદ્રા હું તને વારું, તું છો નાર ધુતારી રે.” આવા કડક શબ્દોમાં નિદ્રાને ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાએ પડકારી છે અને તેના નિયમન અર્થે મહાન પ્રેરણા કરી છે. (૪) નિદ્રા, અર્ધજાગ્રત અવસ્થામાં પડી રહેવું, ભય, ક્રોધ,આળ, અને ઢીલાશને વશ થઈ કાર્ય મુલતવી રાખવું – આ અવગુણોનો ત્યાગ ઉન્નતિશીલ પુરુષોએ નિરંતર કર્તવ્ય છે. (૫) પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. . (૬) ઊઠો ! જાગ્રત થાઓ ! અને જ્યાં સુધી ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નિરંતર ઉદ્યમ કર્યા કરો. (૭) ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે. મનોરથોથી નહિ; સૂતેલા સિંહના મુખમાં મૃગો પ્રવેશતાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82