________________
બોધસાર
પ્રયત્ન કર્તવ્ય છે.
જ્યાં સુધી વિષયભોગમાં પ્રીતિ અને પ્રવૃત્તિ છે ત્યાં સુધી આકુળતા જ રહ્યા કરે છે, અને શાંતભાવની પ્રાપ્તિ થતી નથી. તેથી સાચા આનંદની પ્રાપ્તિ માટે અતીન્દ્રિય આહૂલાદરૂપી સ્વભાવવાળા આત્માનો અનુભવ કરવાના ઉદ્દેશ્યથી વિષયભોગ પ્રત્યેની પ્રીતિ અને પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
કલ્યાણની પરંપરાઓને સાધનાર ધર્મ જેવી અન્ય વસ્તુ નથી, ધર્મ જ આનંદરૂપી વૃક્ષોનું મૂળ છે, હિતરૂપ છે, પૂજ્ય છે અને મોક્ષદાયક છે તેથી અતીન્દ્રિય આનંદના અભિલાષી, વિવેક કરવામાં નિપુણ અને ધીર પુરુષોએ આળસનો ત્યાગ કરી સ્વકલ્યાણમાં પરમ આદરથી વર્તવું જોઈએ.
સુપાત્રે દાન આપવું, ગુરુઓનો વિનય કરવો, સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી, ન્યાયવૃત્તિથી જીવનનિર્વાહ કરવો, પરોપકાર કરવામાં તત્પર રહેવું, શ્રીમંતોનો પરિચય ન કરવો અને સંત પુરુષોનો સંગ સેવવો, આવો સામાન્ય ધર્મ, બુદ્ધિમાન મનુષ્યોએ હે રાજન્ ! સેવવા યોગ્ય છે.
જો આ આત્માએ સત્યધર્મની સાધનાના ક્રમને પ્રીતિપૂર્વક ન સેવ્યો તો સકળ મનોરથ સિદ્ધ કરનારી કામધેનુ જેવી લક્ષ્મીની પ્રાપ્તિથી, વિદ્વાનોનાં મસ્તકોને પોતાના પગમાં નમાવવાથી કે દીર્ઘકાળ સુધી શરીર સ્થિર રહેવાથી શું ફળ થયું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org