________________
બોધસાર
જ્યાં સુધી આ શરીરરૂપી ઘર સ્વસ્થ છે, જ્યાં સુધી ઘડપણ આવી ગયું નથી, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ હણાઈ ગઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થઈ ગયું નથી ત્યાં સુધીમાં જ બુદ્ધિમાન પુરુષોએ આત્મકલ્યાણ અર્થે મહાન ઉદ્યમ કરવો જોઈએ. ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું તે કેવો ઊંધો પુરુષાર્થ ગણાય?
જીવનના અનંત પ્રવાહમાં માનવજીવનને વચ્ચે મળેલા એક સુઅવસર તરીકે લેખીને સાધક એક ક્ષણ જેટલા વખત માટે પણ પ્રમાદ ન સેવે. સત્યની સાધના કરનાર સાધક ચારેબાજુથી દુઃખો વડે ઘેરાયેલો હોવા છતાં ગભરાતો નથી કે બેચેન બની જતો નથી. પર્વે થયેલા મહાન પુરુષોના ચરિત્રને સ્મરણમાં લાવી, તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી, ફરીથી પોતે અપ્રમાદી થઈને આત્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે અને જેમ અગ્નિ સૂકાં લાકડાંને શીધ્ર બાળી નાખે તેમ તે સાધક પોતાને લાગેલાં કર્મોને બાળી નાખે છે.
ધર્મ ગુરુ છે, મિત્ર છે, સ્વામી છે, બાંધવ છે, હિત છે અને ધર્મ જ નિષ્કારણ અનાથોની પ્રીતિપૂર્વક રક્ષા કરનાર છે. આ જીવને ધર્મ વિના બીજું કોઈ શરણ નથી.
આહારદાન ઔષધદાન, શાસ્ત્રદાન અને અભયદાન આમ ચાર પ્રકારના દાનમાં પ્રવર્તવું એ સદ્ગુહસ્થોનો ધર્મ છે.
ઘડપણ અને મૃત્યુના જોશીલા પ્રવાહમાં ઘસડાતાં અને ડૂબતાં પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ (બેટ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org