________________
૨૬
બોધસાર
વસ્તુઓ પ્રત્યે સ્વાર્થમય હેતુથી કરતો હતો તે પ્રેમની દિશા બદલીને હવે પરમાર્થમાં ઉપયોગી અને પ્રેરક એવા સત્સંગ-સન્શાસ્ત્ર આદિમાં કરવા લાગે છે. આમ કરવાથી, ધીરે ધીરે તેનું જીવન ઉન્નત બને
છે.
પ્રભુમાં અતૂટ વિશ્વાસ એ સફળ ભક્ત-જીવનની ચાવી છે. જગતનાં કાર્યો પ્રત્યેથી પોતાની અંતરંગ રુચિ ઓછી કરીને જેમ જેમ એક લયથી પ્રભુ સાથે ચિત્ત જોડવામાં આવે છે તેમ તેમ વિશ્વાસ અને પ્રેમ વધતાં જાય છે અને સાધક છેક આગળની ભૂમિકા સુધી પહોંચી શકે છે.
દેહસુખ પ્રત્યે ઉદાસીન, સદ્ગુણી, પારકાના દુઃખે દુઃખી અને સુખે સુખી, પ્રશાંત, અજાતશત્રુ, અહંકાર અને વાસનાથી રહિત, તૃષ્ણા, અસહિષ્ણુતા, વિજયાનંદ તથા ભયના પરિત્યાગી, અકિંચન પ્રત્યે અનુકંપાશીલ, મન-વચન-કર્મથી પ્રભુને ભજનારા, સૌનું સન્માન કરનારા, પોતાની પ્રતિષ્ઠાની તમા નહીં રાખનારા આવા ભક્તો પરમાત્માની કૃપાને પાત્ર થાય છે.
પદ્ય વિભાગ :
અંતરના એ કોડિયામાં દીપ બળે છે ઝાંખો, જીવનની જ્યોતિર્ધર એહને નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુમને ઓળખું નાથ નિરંજન, એકવી આપો આંખો, દાદા હારી મુખમુદ્રાને, અમીય નજરે નિહાળી રહ્યો, તારાં નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ ઝીલી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org