________________
બોધસાર
૩૧
અતિનિદ્રા.
આ પ્રમાણે પ્રમાદના આ પંદર વિશેષ પ્રકારો કહ્યા છે. જોકે આ બધાય પ્રકારના પ્રમાદથી આપણે નિવર્તવાનું છે, તોપણ વર્તમાનમાં જે પ્રકારના પ્રમાદનું વધારે સેવન થાય છે તેને છોડવા માટે વ્યવહારજીવનમાં આપણે નીચેની ટેવો છોડી દેવી જોઈએ : (૧) ખૂબ રખડવું, (૨) ખૂબ ઊંઘવું, (૩) ખૂબ ખાવું, (૪) ખૂબ ગપ્પાં માર્યા કરવાં.
ગપ્પાં મારવામાં આ જમાના પ્રમાણે ભાઈઓના સમૂહમાં સૌથી વધારે વાતો રાજકારણની, રમતગમતની અને સિનેમાની હોય છે. બહેનોના સમૂહમાં આ વાતો ખાવાપીવાની, નવી નવી વાનગીઓની અને નવી નવી ફેશનોની હોય છે. આ છોડવામાં આવે તો નેવું ટકા ગપ્પાં ઓછાં થઈ જશે. જો સાવધાનીથી આ કુટેવોને ક્રમે કરીને છોડી દઈએ તો પ્રમાદને સામાન્યપણે જીતી લીધો છે એમ કહી શકાય.
પ્રમાદનો જય ઃ
પ્રમાદનો જય કરવો સહેલો નથી, કારણ કે દીર્ઘ કાળથી આપણે પ્રમાદ જ સેવતા આવ્યા છીએ અને તેથી અતિપરિચયને લીધે આપણને તેની સાથે પ્રીતિ થઈ ગઈ છે. પરંતુ સર્વ મહાત્માઓએ તેની સાથે પ્રીતિ તોડીને આત્મસાધના દ્વારા જ ઉત્તમ સમાધિની પ્રાપ્તિ કરી છે અને તેથી આપણું પણ તે જ કર્તવ્ય છે. જોકે શરૂઆતના સાધકને તેની સાધનામાં ઘણી વાર અનેક પ્રલોભનો પોતાના સ્વજન મિત્રાદિ તરફથી અથવા પોતાના મનની નિર્બળતાઓને લીધે ઊપજે છે, તોપણ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને વારંવાર ઉદ્યમ કરવાથી તે પ્રમાદને જીતી શકાય છે.
આધ્યાત્મિક ડાયરી નિયમિતપણે લખવાથી પ્રમાદ ઉપર ચોતરફી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org