Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 29
________________ બોધસાર ૨૦ તથા સ્ત્રી-પુત્ર, બન્ધુવર્ગ, મિત્ર-સમુદાય, દાસ-દાસી, હાથી-ઘોડા વગેરે ચેતન પદાર્થોમાં મમતાથી બંધાનારા માણસને કાળ તેવી રીતે મારે છે, જેવી રીતે બકરાને વર મારે છે અથવા ઉંદરને બિલાડી મારે છે. * * હાડકાં, માંસ, ચરબી, લોહી, મળ, મૂત્ર, પરુ વગેરે અપવિત્ર વસ્તુઓથી બનેલા એવા શરીરને પવિત્ર જાણીને જે પોતાના કે અન્યના શરીરમાં પ્રીતિ કરે છે તેને કયો વિવેકી પુરુષ બુદ્ધિમાન કહેશે ? * * જ્યાં સુધી શરીરમાં ચેતન છે ત્યાં સુધી જ તેમાં રમણીયતા રહે છે. ચેતનનો વિયોગ થયો કે તરત જ તે વિકૃત થઈને દુર્ગંધયુક્ત થઈ જાય છે, એને અડવાથી પણ અભડાવાય છે. આવું યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને દેહ પ્રત્યેની મમતાને જે છોડે છે, તે મહાપુરુષ સરળતાથી મોક્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે. * * * * જગતમાં લોકોને જે વૈરાગ્ય-બુદ્ધિ સ્મશાનમાં જન્મે છે તે બુદ્ધિ જો નિશ્ચળ થઈ જાય તો સંસારમાં કોની મુક્તિ ન થાય ? * એકબીજાને મળતાં લોકો શરીરની સુખાકારી પૂછે છે. અહો ! આશ્ચર્ય છે કે દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું હોવાની અને મૃત્યુના મુખ તરફ જઈ રહ્યાની જીવોને ખબર છે કે નથી ? અનંત તાપ, અનંત શોક, અનંત દુ;ખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ ને દુ;ખ જ છે દુઃખનો એ સમુદ્ર છે, સર્વ પ્રકારના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82