________________
બોધસાર
૨૧
ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે.
જ્ઞાની પુરુષોએ વારંવાર આરંભ-પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ તેમ વર્યા છે. માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ એમાં સંદ નથી.
દેહાત્મબુદ્ધિવાળા જીવને દુઃખ, દુઃખ અને દુઃખ જ છે; કારણ કે તેને ઈન્દ્રિયોમાં સહજપણે સ્નેહ વર્તે છે. તેવો જીવ ઇન્દ્રિયોને સંતોષવા વિવિધ પ્રકારના ભોગો ભોગવે છે અને રાગદ્વેષ ભાવો વડે રંજિત થાય છે. રાગદ્વેષ કરવાથી તેને નવાં નવાં કર્મોનું ફળ ભોગવવા ફરીથી જન્મ-મરણના ચક્કરમાં પડવું પડે છે. આમ જન્મ-મૃત્યુ જરા-વ્યાધિ-સંયોગ-વિયોગાદિ દીર્ઘ દુઃખપરંપરાને, જીવ પામ્યા જ કરે છે. ચોર્યાશી લાખ યોનિમાં આવા દુઃખમય સંસારમાંથી સાચા સુખની આશા રાખવી તે રેતીમાંથી તેલ કાઢવા જેવો ઉદ્યમ છે. વિવેકી પુરુષો તેમ કરે નહીં.
જો સાધક જ્ઞાન અને સાવધાનીના બળથી નીચેની પાંચ વસ્તુઓમાં આસક્ત ન થાય તો તેણે મહાન પરાક્રમ કર્યું ગણાય અને તેને સૌથી મોટા ઘર્મધુરંધરની પદવી સહેજે આવીને મળે. તે પાંચેય વસ્તુઓના નામ “કથી ચાલુ થાય છે. કુટુંબ, કાંચન, કામિની કાયા અને કીર્તિ.
ખૂજલીનો રોગી ખંજોળે ત્યારે દુઃખને પણ સુખ માને છે. બરાબર એ પ્રમાણે મોહાતુર મનુષ્ય કામજનિત દુઃખને સુખ માને છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org