Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 26
________________ બોધસાર સત્સંગનું ફળ જો યથાર્થ રીતે સત્સંગની આરાધના કરવામાં આવે તો તેનું ફળ “સેતુ”નો સાક્ષાત્કાર છે. વિવેકી સાધકને તો અવશ્ય સત્સંગથી લાભ થાય જ છે અને ઘણું કરીને જે મહાત્માના સાન્નિધ્યમાં તેણે સ્તસંગની સાધના કરી છે તે મહાત્માના આત્મજ્ઞાન-આત્મસમાધિ અને તેને સહાયક-પૂરક-પ્રેરક એવા બીજા અનેક સદ્ગુણો તેના જીવનમાં થોડા કાળમાં જ વિકસિત થયેલા જોઈ શકાય છે. ઉત્તમ સાધકને સત્સંગનું મુખ્ય ફળ આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત થાય તે માટે સંતો તેને ધ્યાનાભ્યાસ અને અન્ય સાધના બાબત અને ખાસ ખાસ કૂંચીઓ આપતા રહે છે. જેને બરાબર વાપરતાં,અનાદિથી બંધ રહેલું એવું સ્વધનથી ભરપૂર પોતાનું આત્મારૂપી કબાટ ઊઘડી જાય છે અને જીવનમાં જ્ઞાનાનંદની એક એવી તો લહેર ઊગે છે જે કદાપિ ઝાંખી પડ્યા વિના દિન-પ્રતિદિન વધતી વધતી પૂર્ણ પદની પ્રાપ્તિ કરાવે છે. સંતના અંતરની અંદર રહેલી આવી કૂંચીઓનો લાભ જોકે તેમના પ્રત્યક્ષ સમાગમમાં જ પ્રાપ્ત થઈ શકે છે, તો પણ મુમુક્ષુજનોના હિતાર્થે તેનું આછું દિગ્દર્શન અત્રે કરાવ્યું છે. (ગ) નિરંતર આત્મજાગૃતિ : સંતો પોતે પ્રબુદ્ધ છે તેથી સાધકને પણ, કોઈ પણ ધર્માનુષ્ઠાન આદરતી વખતે આત્મલક્ષ રહ્યા કરે તેનું પુનઃ પુનઃ સ્મરણ કરાવે છે. કાંઈક નીચેની કક્ષાના સાધકને સર વા ઈષ્ટની મૂર્તિનું સ્મરણ રાખવા આજ્ઞા આપે છે. (4) દેહાભિમાન, કર્તુત્વબુદ્ધિ, માયાચાર અને ક્રોધાદિ ભાવો સાધનાના કાળ દરમિયાન ન થાય તેની નિરંતર સાવચેતી રખાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82