Book Title: Bodhsar
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ બોધસાર ૧૩ ઊતરી જશે. લગભગ હવે સાંજના ૭-૦૦ વાગ્યાના સમયે, જો અધિષ્ઠાતા મહાત્મા અથવા આગંતુક મહાત્માને તત્ત્વજ્ઞાન-પ્રશ્નોત્તરી માટે બોલાવી શકાય તેમ હોય તો તેમ કરવાથી ઘણો ફાયદો થશે. એક તો આખા દિવસના પ્રવચનોમાં જો કાંઈ સમજમાં ન આવ્યું હોય તો તે પૂછી શકાય અથવા બીજા પણ આત્મકલ્યાણમાં ઉપયોગી પ્રશ્ન પૂછી શકાય. સંતોના સાન્નિધ્યનો એવો અલૌકિક પ્રતાપ છે કે તેમની હાજરીનો લાભ મળતાં જ અમુક સમાધાન થઈ જાય છે. જે સિદ્ધાંત કે કોયડો દસ વાર વાંચવા છતાં સમજાતો નથી તે વગર સમજાવ્યું અથવા દસેક મિનિટના તેમના ઉપદેશનો લાભ મળે સમજાઈ જાય છે, અને તેમનાં દર્શન, તેમની શાંત મુદ્રા, તેમનું આત્મામય વલણ તેમની પરમશીતળ, પરમ-પ્રેરક, પરમ-ઉદાત્ત અને સ્વાનુભવમુદ્રિત આત્માર્થબોધક વાણીનો લાભ મળતાં મુમુક્ષુજન અધ્યાત્મવિકાસને પંથે સારી એવી મજલ કાપી નાખે છે. આવો અગમ્ય, અપૂર્વ અને માનવજીવનને સફળ કરનારો સત્સંગનો યોગ છે !!! આ પ્રમાણે રાત્રિના લગભગ ૮-૦૦ વાગ્યા પછી દૈનિક સાધનાનો છેલ્લો તબક્કો શરૂ થાય છે, જેમાં ફરીથી સામૂહિક સ્વરૂપે વા વ્યક્તિગતરૂપે ભક્તિ, સ્વાધ્યાય, કીર્તન કે જાપમાં જોડાવાનું હોય છે. આગળ વધેલા સાધકો આ સમય દરમિયાન થોડી મિનિટ એકાંતસ્વાધ્યાયમાં બેસીને (જે દરમિયાન ચિત્તને ધ્યાનમાં બેસવા યોગ્ય બનાવવાનું હોય છે) પછી ધ્યાનમાં બેસવાનું પસંદ કરે છે. લગભગ રાત્રે ૧૦-૦૦ વાગ્યે પ્રભુસ્મરણ સહિત સૂવું યોગ્ય છે. સત્સંગ-આરાધનાના સમયની વિશેષચર્યાનું વર્ણન આગળ કહ્યા પ્રમાણે જ્યારે સત્સંગ-આરાધના ચાલતી હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82