________________
૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પિતાને ધર્મ માન્ય હતે; જેના કારણે મંત્રીઓ, સરસેનાપતિઓ, સૈનિક, વ્યાપારીઓ વિદ્યાર્થિઓ, શિક્ષક અને રાજ્ય કર્મચારીઓમાં ક્યાંય પણ મતભેદ કે મનભેદ થતું ન હતું, થતું હોય તે ટકતું ન હતું, માટે જ સૌ પિતાને દેશના સેવક માનીને ધાર્મિક વફાદારીપૂર્વક રાજાની તથા પ્રજાની જાહોજલાલીમાં ભાગીદાર બનતાં હતાં. શ્રેણિક રાજા પોતે દેશની આબાદીના રક્ષણમાં પૂર્ણ જાગૃત હોવાથી શાસનની ધુરા ક્યાંય શિથિલ પડવા ન પામે તેનું ધ્યાન રાખતા હતાં. આ કારણે જ શિક્ષણાલયે સરસ્વતી માતાને ધામ જેવા હોવાથી પ્રત્યેક વિદ્યાર્થી વિદ્યાધ્યયન સિવાય બીજી એકેય પંચાતમાં પડતું ન હતું. કારણ કે વિદ્યાર્થી જીવન જ આધ્યાત્મિક ઉન્નતિનું, સદાચારની પ્રગતિનું અને ગૃહસ્થાશ્રમ જીવનમાં દિવાળીના દીવા પ્રગટ કરાવવાનું મૌલિક કારણ છે, તેમ સમજીને પોતાના વિદ્યાગુરુઓના બહુમાનપૂર્વકના વિનયને જ સરસ્વતી માતાની કૃપાદૃષ્ટિનું ફળ માનનારા હતાં. ગણિતશાસ્ત્રમાં જોડ, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હોય છે અને સૌથી પહેલાં શિક્ષકે જોડવાનું શિક્ષણ આપે છે. તેવી રીતે વિદ્યાર્થી જીવન જ જેડ જેવું છે. એટલે કે જીવનના સગુણેનું તથા વીર્યધનનું વર્ધન થાય તેવી રીતે તે જીવનને પવિત્ર બનાવવાનું ધ્યેય વિદ્યાથી જીવનને જ અનુકૂળ છે તેમ સમજીને મગધ દેશના શિક્ષણાલ દેશના ઘડતરમાં મુખ્ય કારણરૂપ હતાં.
સૈનિકે અને સેનાપતિઓ એકમત થઈને દેશને ગુંડા તાથી કેમ બચાવ? તે માટે જાગૃત હતાં. સામે દેખાતે કે અનુભવાતે ગુંડે, બદમાશ, ચેર, વ્યભિચારી, આદિને દંડ દેવામાં જ રાજધર્મ રહે છે. તે માટે રાજા તરફથી સૈનિકને આજ્ઞા હતી કે, દુષ્ટ માનવને સખત સજા કરવી અને સજજન તથા સ્ત્રીનું પૂર્ણ રક્ષણ કરવું.