________________
૩૩ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માન્યું કે બકરા, ઘેટા, કુકડા કે ભૂંડ આદિને આપણે પિોતે માર્યા નથી તે પણ બીજા પાસે મરાવ્યા તે હશે જ? અથવા માંસના ઉત્પાદનમાં સ્પષ્ટ રૂપે અનુમતિ ન હોય તે ગુપ્ત રૂપે પણ અનુમતિ વિના માંસનું ઉત્પાદન શી રીતે શક્ય બનશે? માટે જીવહત્યા કરવી, બીજા પાસે કરાવવી અથવા સ્પષ્ટ રૂપે કરતા, કરાવતા ન હેઈએ પણ જીવ હત્યાથી ઉત્પાદિત થયેલા માંસમાં કે ચામડા આદિથી બનાવેલા બીજા પદાર્થોના ભેગવટામાં હત્યાની અમેદના શી રીતે નકારી શકાશે? આ બધા કારણેને લઈ જીવ હત્યા પાપ જ છે.
આ બધા કારણેને લઈ માનવ સમાજ ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયું છે. જે આ પ્રમાણે – (૧) સમ્યજ્ઞાનપૂર્વક સંપૂર્ણ જીવહત્યાને મન, વચન અને
કાયાથી જેમણે છેડી દીધી છે તે મહામુનિએ. (૨) જીવહત્યાદિ પાપેને સર્વથા ન છેડનારો પણ અમુક
નિરર્થક પાપને છેડે છે અને અમુક નથી છેડી શકો માટે અહિંસા, ધર્મ અને દયા પ્રત્યે કાર્યાન્વિત પ્રેમ રાખનારે ગૃહસ્થ બીજા નંબરમાં આવે છે. અભવ્ય, દુર્ભવ્ય તથા મિથ્યાત્વયુક્ત મેહવાસના આદિના માલિકે, સાર્થક કે નિરર્થક એકેય પાપને છેડવાની ભાવનાવાળા દેતા નથી. ઉલટું રાતદિવસ પાપની સેવનામાં, માંસાહારાદિ અભક્ષ્ય પદાર્થોના ભેજનમાં, શરાબપાનમાં, વેશ્યા કે પરસ્ત્રીના વિલાસમાં, એમર્યાદ આસક્ત બનીને તે તે પાપને ઉત્સાહપૂર્વક કરે છે, બીજાઓ પાસે કરાવે છે અને તેવા માણસોને જ સહવાસ કરે છે.