________________
૩૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આવા દેને માટે મનુષ્યાવતાર એટલા માટે જ દુર્લભ છે કે, તેઓ દેવલેકમાં રહીને પણ મનુષ્યત્વને યેાગ્ય વિષયવાસનાની વિરમણતા આદિ સત્કાર્યો કરી શકતા નથી.
જ્યારે સમ્યગદષ્ટિસમ્પન્ન દેવે વિષયવાસનાથી વિરામ પામીને પણ સર્વથા સ્વાધીન દેવતાઈ સુખને તિલાંજલી આપી અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકમાં, તેમની ભક્તિમાં અહિંસા, સંયમના પ્રચારમાં અહિંસક, શિયળસમ્પન્ન માનના સંરક્ષણમાં સદૈવ તૈયાર જ હોય છે. તેથી તેઓ મનુષ્યાવતારને, તેમાં પણ ઉચ્ચ ખાનદાન, અહિંસક કૂળ, સંયમી વાતાવરણ અને દૈવી ગુણેથી સમ્પન્ન માતા-પિતાઓના ઘેર જન્મ ધારણ કરે છે, અને બાલ્યકાળથી જ ધાર્મિક ભાવનાવાળા, અહિંસક, સદાચારી અને સંયમના પ્રેમી બને છે. આ જે મનુષ્યના ભેગોને વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત કરે છે પણ ભેગે પગ વિરમણ વ્રતની આરાધનાથી ભેગ સાધનેને મર્યાદિત-સંયમિત કરી ભેગમાં પણ ગની સાધના કરે છે. બુદ્ધિની તીવ્રતા અને પુણ્યકર્મના પ્રાચર્યમાં પણ “અનર્થદંડવિરમણ વ્રત” ઘણા નિરર્થક પાપના દ્વાર બંધ કરીને પિતાનું જીવન પવિત્ર બનાવે છે. કેમકે જ્યાં જૈનત્વની આરાધના છે, ત્યાં નિદાનગ્રસ્તતા (નિયાણુથી બંધાયેલું જીવન) હતી નથી અને જ્યાં નિદાનગ્રસ્તતા છે ત્યાં બે ધિલાભ, વ્રત ધારણ અને પાલન સુદુર્લભ બનવા પામે છે.
આ કારણે જ મિથ્યાત્વને જ અસંયમ કહ્યો છે અને અસંયમી જીવન તલવાર, બંધુક તથા આ મ કરતાં પણ ભયંકરમાં ભયંકર ખતરનાક છે, કેમકે આવા જીવનમાં પરિગ્રહ, ક્રોધ, કષાય, વિષયવાસના, ઈન્દ્રિયની ભેગલાલસા ઉપરાંત સંસારની મિથ્યા પ્રતિષ્ઠાની મર્યાદા જીવતી રાક્ષસી કરતાં પણ