Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 597
________________ પ૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્યા વિના કંઠસ્થ કરે છે, તેના અર્થોની વિચારણા કરે છે. ત્યાર પછી સાધક યથાશક્તિ તેની પુનરાવૃત્તિમાં પરિશ્રમ કરે છે અને ગુરુએ આપેલા પાઠને અણિશુદ્ધ કરી ગુરુજીને સંભબાવી દે છે. જ્યારે શુદ્ધ પાઠની ખાત્રી થાય છે ત્યારે ગુરુજી કહે છે કે “યાદ કરેલા પાઠને સ્થિર કરવા માટે થિરારિરિક નિgિ' અર્થાત ફરીથી ન ભૂલાય તથા કાનમાત્રે પણ ઓછો વત્તો ન બેલાય, તે પ્રમાણે ફરી ફરીથી સૂત્રને પાકા કરવાની આજ્ઞા જ સમુદેશ છે. આટલી પરીક્ષામાંથી પસાર થયેલા શિષ્યને “તું તારા શિષ્યને તથા સંઘને જ્ઞાનદાન આપજે', તે આજ્ઞાને અનુજ્ઞા કહેવાય છે. તથા પ્રકારની અનુજ્ઞા ઈચ્છુક સાધક મુનિ, કાળગ્રહણ, સક્ઝાય, અને કાળ માંડલાના કડકમાં કડક વિધાનની સાધનાથી તે તે સૂત્રને બોલે છે, શુદ્ધ બેલે છે અને એકાદ અક્ષર પણ ઓછો કે વધારે અથવા તે શબ્દને કે વાક્યને કરીથી બેલ ન પડે તે માટે સતત અભ્યાસ કરે છે. આ પ્રમાણે અવધાન તથા ઉપધાનને શુદ્ધાનુષ્ઠાનના માધ્યમથી પ્રસન્ન ચિત્તે તૈયાર થયેલે સાધક, ગુરુ પાસે સવંદન આવે છે અને ગુરુ તેને જુને પાઠ લેવાપૂર્વક નવા પાઠની આજ્ઞા આપે છે તેને અનુષ્ઠાન ક્રિયા કહેવાય છે. આમાં ગુરુદેવ શ્રતદાતા છે. કાળગ્રહી સાધક છે. અને દાંડીધર ઉત્તરસાધક છે. (અત્યારે તે દશવૈકાલિક સૂત્રની ૧૭ ગાથાઓમાં સ્વાધ્યાય સીમિત થયેલ છે.) ઉપર્યુક્ત વિધિપૂર્વક અનુક્રમે માંડલિયા, દશવૈકાલિક, ઉત્તરાધ્યયનાદિના ગદ્વહનની પૂર્ણતા થયા પછી જ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ(ભગવતી)સૂત્રના ગદ્વહનમાં પ્રવેશ થાય છે.

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610