Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 605
________________ પ૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપગી થયા છે, તેમ અન્ય મહાનુભાને પણ થશે જ એવી પવિત્ર શ્રદ્ધા રાખી વિરામ પામું છું. લિ. પરમ પૂજ્ય યુગદિવાકર આચાર્યદેવ શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરના શિષ્ય ઉપાધ્યાય કનકવિજય ગણું. તમારા દ્વારા મેકલાવેલા શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહના હિનદી તથા ગુજરાતી ભાગે મળ્યા છે, જેને સાભાર સ્વીકાર કર્યો છે. આ ભગવતીસૂત્ર દ્રવ્યાનુયેગને પ્રમુખ આગમ છે, તેને સરળ અને આશુગ્રાહી ભાષામાં વિચિત કરીને પંન્યાસજીએ નાગમની સારી અને સાચી સેવા કરી છે, તે માટે તમે અનુમોદન અને ધન્યવાદને પાત્ર છે. ઘણા વર્ષો સુધી દ્રવ્યાનુયેગનું ચિંતન, મનન અને નિદિધ્યાસન કરીને ગુરુકૃપા દ્વારા તેમાં જ્ઞાતૃત્વ મેળવ્યું છે, તે તમારા ગ્રંથે જ સાક્ષી આપી રહ્યાં છે. મારી એક જ પ્રાર્થના છે કે ભગવતીસૂત્રની જેમ પ્રજ્ઞાપના સૂત્રને પણ હાથમાં લેશે અને આની જેમ યેગ્ય ન્યાય આપશે તેવી મને પૂર્ણ આશા છે. ગોડી પાર્શ્વનાથ મંદિર -જૈનાચાર્ય શ્રી વિજયમનહરસૂરિ પૂના-૨

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610