Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 604
________________ અભિપ્રાયે ૫૬૭ પંન્યાસજી મહારાજ શાસનને અનેકાનેક ઉત્તમોત્તમ ગ્રંથરત્ન આપતા રહે, અને તે વડે તવપ્રેમીઓને એ જ્ઞાનના મહાસાગર સુધી પહોંચવાને અવસર સાંપડે તેવી શુભાભિલાષા છે. ઘેલાભાઈ કરમચંદ સેનેટોરિયમ –આ. દુર્લભસાગરસૂરિ પાલે (વેસ્ટ) વિનયવંત શિષ્યના જીવનમાં ગુરુદેવની પરમ કૃપાનું બળ મહાન હોય છે. એવી અપૂર્વ ગુરુકૃપાના સુપાત્ર બનેલા, તેથી જૈનાગમશાસ્ત્રના સુયોગ્ય અભ્યાસી પરમ પૂજ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે જેન તથા જૈનેતરોને પણ જૈન તત્ત્વજ્ઞાનથી પરિચિત બનાવવાને માટે સીધી, સાદી, સરળ ભાષામાં શ્રી ભગવતીજી જેવા મહાઆગમીય ગ્રંથના ભાવાનુ વાદના ચાર દળદાર ભાગોને એકલે હાથે, અથાગ પ્રયત્ન શ્રી જૈન શાસનને ચરણે ધર્યા છે, જે અનુમોદનીય પુરૂષાર્થ છે. | મારી પિતાની માન્યતા પ્રમાણે તે આ ચારે ભાગો પં. હરગેવિંદદાસજીના ચારે ભાગેની પ્રાયઃ પુનરાવૃત્તિ સ્વરૂપે જ છે. વિશેષતા એટલી જ છે કે પંન્યાસજીના ચારે ભાગ ખૂબ જ વિચિત છે, જેની અત્યંત આવશ્યકતા હતી. અંતમાં મને પોતાને જેમ આ ચારે ભાગે અનેક પ્રસંગે

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610