Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 581
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૫૪૪ માત્રમાં મૂળ દ્રવ્ય રૂપે ધ્રૌવ્ય અને પર્યાય રૂપે ઉત્પાદ અને વ્યય રહેલા જ છે, તેથી તૃણુથી લઇને ઈન્દ્ર સુધીના અનંત દ્રબ્યામાં ત્રણેની વ્યવસ્થા સુસંગત અને તર્કગમ્ય છે. ગણુધરા લબ્ધિવિશિષ્ટ હાવાથી પોતાની જ્ઞાન લબ્ધિ વડે ત્રણે પદોનુ માલખન લઇને દ્વાદશાંગીની રચના કરે છે, જે આજે પણ વિદ્યમાન છે. તે સૌમાં જૂદા જૂદા વિષય છે. કેમકે ચતુર્વિધ સંઘના સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકાના બે ભેદ છે, તેમાં સાધુ મહાવ્રતધારી અને શ્રાવક અણુવ્રતધારી છે, માટે દ્વાદશાંગીમાં કેટલાક અંગેા મહાવ્રતધારીઓ માટે અને કેટલાક શ્રાવક ધર્મના પ્રતિપાદન કરનારા છે, જે આપણે સક્ષેપથી જોઇએ. (૧) આચારાંગ-દ્વાદશાંગીનુ પહેલુ અંગ છે, જેમાં સમિતિ ગુપ્તિ ધર્મના પાલક મુનિરાજ તથા સાધ્વીજી મહારાજના અહિંસા, સંયમ તથા તાધમને પુષ્ટ કરે તેવા આચાર, ગાચરી ( ભિક્ષા લેવાના વિધિ ) વિનય, વૈનયિક, કાર્યાત્સદિ કરવાના સ્થાના, વિદ્વારભૂમ્યાદિમાં ગમન, શરીરને શ્રમ દૂર કરવા માટે ઉપાશ્રયામાં ગમન, આહારાદિનું પ્રમાણ, સ્વાધ્યાયાદિમાં નિયાગ, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ (ધમેપકરણ ) ભાત, પાણી, ઉદ્ગમ, ઉત્પાદ અને એષણાદિ દોષાની વિશુદ્ધિ, શુદ્ધા શુદ્ધ ગ્રહણ, વ્રત, નિયમ, તપ અને ઉપધાનનું વિસ્તૃત વર્ણન છે, એટલે કે પહેલા આચારાંગમાં આટલા વિષયાનુ સ્પષ્ટીકરણ છે. તેના બે શ્રુતસ્કંધ, પચીસ અધ્યયન, પ’ચાશી ઉદ્દેશા, પચાશી સમુદ્દેશા અને અઢાર હજાર પદો છે. ( ૨ ) સૂત્રકૃત ( સુઅગડાંગ )-દ્વાદશાંગીનું બીજી અ’ગ છે, જેમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, સ્વપરસિદ્ધાંત, જીવ,

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610