Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 583
________________ ૫૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તથા મતિને વર્ધક છે. એક જ શ્રુતસ્કંધ છે, સાધિક સે અધ્યયન છે, દશ હજાર ઉદ્દેશક તથા દશ હજાર સમુદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્નો અને ચેરાશી હજાર પદે છે. (૬) જ્ઞાતાધર્મકથા-આ છ અંગ છે. જેમાં ઉદાહરણભૂત પુરૂષના નગર, ઉદ્યાને, ચૈત્ય, વનખંડે, રાજાએ, સમવસરણે, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આલેક અને પરલેકના અદ્ધિવિશેષે, ભેગપરિયા, પ્રત્રજ્યા, કૃતપરિગ્રહે, તો વિધાને, ઉપધાને, પર્યા, સંલેખનાઓ, ભક્તપ્રત્યાખ્યાને, પાદપેગમને, દેવલોકગમને તથા સુકુલમાં જન્મ, બધિલાભે અને અંતકિયાઓના વિષયે છે. બે શ્રુતસ્કંધ, ઓગણત્રીશ અધ્યયન. અધ્યયને બે પ્રકારના છે: ચારિત્ર અને કરિપત. ધર્મકથાના દશ વર્ગો છે. તેમાં એક એક ધર્મકથામાં ૫૦૦, ૫૦૦ આખ્યાયિકે છે, તેમાં પણ બીજી બીજી કથાઓ છે. ૨૯ ઉદેશ અને તેટલા જ સમદેશા છે, તથા સંખ્યાતા લાખ પદે છે, એટલે પાંચ લાખ અને તેર હજાર પદો છે. (૭) ઉપાસકદશા-સાતમું અંગ છે. આમાં શ્રમણોપાસના નગરે, ઉદ્યાને, ચૈત્ય, વનખંડે, રાજાઓ, માતાપિતાઓ, સમવસરણે, ધર્માચાર્યો, શ્રાવકેના શીલવતે, ગુણવ્રત, પ્રત્યાખ્યાને, ધિલા અને અંતક્રિયાઓ છે. એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, દશ દશ ઉદ્દેશા તથા સમુદેશા છે તથા અગ્યાર લાખ બાવન હજાર પદો છે. (૮) અંતકૃતદશા-આઠમું અંગ છે. જેમાં અંતકત પુરૂષના નગરે, ચૈત્ય, વનખંડે, ધર્માચાર્યો, ધર્મકથાઓ, લેક તથા પરલકની વૃદ્ધિ, ભેગ પરિત્યાગે, પ્રવજ્યા, શ્રુતપરિગ્રહ, તપ, ઉપધાને, બહુવિધ પ્રતિમાઓ, ક્ષમા,

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610