Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 594
________________ શતક ૪૧મું : ઉદ્દેશક-૨ ૫૫૭ ગદ્વહન માટે અન્તવાસિત્વ જરૂરી છે. શરીર સાથે સંબંધ રાખનારી ભજનક્રિયાની વિધિ છે, શયનની પણ વિધિ છે. ઇત્યાદિ કઈ પણ વસ્તુને ગ્રહણ કરવા માટે કે ક્રિયા કરવા માટે વિધિ નિશ્ચિત છે. છેવટે લક્ષ્મી અને વિદ્યા મેળવવા માટે પણ વિધિ છે. વિધિપૂર્વક કરાતી કઈ પણ ક્રિયા શરીરને તથા વ્યવહારને તુષ્ટ પુષ્ટ કરે છે. અન્યથા શરીર રેગિષ્ટ બનશે, વ્યવહાર કલંકિત અને વ્યાપાર હાનિપ્રદ બનશે. તેવી રીતે આત્માના શુદ્ધતમ પ્રયાગને માટે જે કૃતજ્ઞાન ગ્રહણ કરવાનું છે, તેના માટે વિધિવિધાન હોય તે સ્વાભાવિક છે. કેમકે અનાદિકાળથી આત્માને સમ્યજ્ઞાનને અભાવ રહ્યો છે. કદાચ કઈક ભવે સમ્યગદર્શનની હાજરીમાં તેની પ્રાપ્તિ થઈ હશે તે પણ દશનના વમનમાં જ્ઞાનનું પણ વમન થઈ ગયું હોય છે, તેથી આ ભવમાં તેનું અનુસરણ થવા ન પામે તે માટે જ વિધિવિધાનપૂર્વક જ્ઞાન મેળવવાની આવશ્યકતા નકારી શકાય તેમ નથી. - ગુરુદેવના ચરણમાં અન્તવાસિત્વ પ્રાપ્ત કર્યા વિના સમગધ લગભગ દુર્લભ મનાય છે. મનસ્વીપણે હજારે ગાથાઓ, લેકે ગોખી લેવા કે રચી લેવી અથવા એકાદ ગાથા પર કલાકો સુધી વ્યાખ્યાતા થવું તે કદાચ સરળ હાઈ શકે, પરંતુ મન, વચન અને કાયાની વક્રતાના ત્યાગપૂર્વક આત્મા, મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીરનું સંપૂર્ણ સમર્પણ ઘણું જ અઘરૂં હોવાથી અન્તવાસિત્વ દુઃશક્ય, દુરારાધનીય બને તે માનવા જેવી હકીક્ત છે. તેથી જ તેને પ્રાપ્ત કરવા માટે તેવા પ્રકારની કષ્ટસાધ્ય તપશ્ચર્યા અને કડકમાં કડક અનુશાસનની.

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610