________________
४४०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હેતું નથી કે રસ્તે બદલવામાં વર્તમાન સમયના ભયથી જરૂર મુક્ત થઈશું, પરંતુ ગતિ બદલતા જ બીજાના પગે ચગદાઈ જઈશું, કે સામેથી આવતી મેટર નીચે બેમેતે મરીશું કે ગતિ બદલતા જ સામેવાળા પુરૂષે અમને મારી જશે કે અમારે જ ભક્ષક બીજે પ્રાણી અમને ગળી જશે, ઈત્યાદિ વાતને તે અસંજ્ઞી જ જાણી શકતા નથી, માટે જ તેઓ અસંજ્ઞી છે.
અમુક સ્થાને ગયા પછી તે તે વસ્તુઓને સ્પર્શ થવાથી આપણા શરીરને પીડા થઈ હતી, બળી જવા જેવી સ્થિતિ કે ચગદાઈ જવા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આ બધી ભૂત. કાળની વાતે તેમના ખ્યાલમાં હોતી જ નથી, તેથી ભવિષ્યકાળમાં ત્યાં જવું કે ન જવું, જવાથી આપણું મૃત્યુ છે તેની પણ તેમને ખબર હોતી નથી. માટે વિશિષ્ટ બોધાત્મક સંજ્ઞા ન હોવાથી તેઓ અસંજ્ઞી છે.
પૂર્વના મનુષ્યમાં બુદ્ધિ મળ્યા છતાં પણ તેના દુરૂપયેગમાં મસ્તાન બનીને કેટલાય જીવોની જીભને, બીજાએના નાકને, ત્રીજાઓની આંખને તથા ચેથાના કાનોને આઘાત લગાડ્યો હય, ઇન્દ્રિયેથી તે જીવેને પીડિત કર્યા હાય, એટલે કે તેમની ઇન્દ્રિયને ઘાત કર્યો હોય, રસોઈ પાણી કે પિતા આદિ કરવામાં જેની હત્યાનું ધ્યાન ન રહ્યું હોય કે વધારે પડતાં આરંભ સમારંભમાં સંખ્યાત કે અગણિત વિકલેન્દ્રિય જીવોને મરવાની અણી પર પહોંચાડી દીધા હોય કે મારી દીધા હોય, ઈત્યાદિ કારણે આવનારા ભમાં, ચાલ ભવના બુદ્ધિશાળી, મહાબુદ્ધિશાળી મનુષ્યને પણ વિલેન્દ્રિય જેની ગતિઓમાં અસંજ્ઞી અવસ્થા પ્રાપ્ત કરી ભયંકરમાં ભયંકર અસહ્ય દુઃખને ભેગવવાના જ ભાગ્યમાં રહેશે.