________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૨
૫૨૭ અત્યારે જે ભગવતી આગમ પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ આ પ્રમાણે છે. મૂળસૂત્રના શતકેની સંખ્યા ૪૧ની છે, પરંતુ અવાંતર શતકને ગણીએ તે તેમની ૧૩૮ની સંખ્યા થાય છે. ભગવતીના પ્રથમ શતકથી લઈને બત્રીસ શતક સુધીના ગ્રંથમાં અવાંતર શતકે નથી. જ્યારે તેત્રીસમા શતકથી ઓગણ ચાલીશ શતક સુધીના સાત મૂળ શતકેમાં બાર બાર અવાંતર શતકે જાણવા. અને ચાલીશમા શતકમાં અવાંતર શતકેની સંખ્યા એકવીશની છે. તથા છેલ્લું શતક અવાંતર શતક વિનાનું હોવાથી બધાય મળીને ૩૨+૮૪+૨૧+૧=૧૩૮ શતક સંખ્યા પ્રમાણમાં ભગવતીસૂત્રનું સમાપન જાણવું. બધાય શતકેના ઉદ્દેશાઓની સંખ્યા ૧૯૨૫ની છે.
પ્રસ્તુત ગ્રંથમાં પદોની સંખ્યા કેટલી?
ઉત્તમોત્તમ જ્ઞાનવડે સર્વદશી મહાપુરૂષોએ આ ભગવતીસૂત્રમાં ૮૪ લાખ સંખ્યા પ્રમાણના પદે કહ્યાં છે, તેમ જ અપરિમિત વિધિઓ અને નિષેધ કહ્યાં છે. આ પ્રમાણેની હકિકતને કહેનારા ઉત્તમોત્તમ જ્ઞાન-દર્શનના ધારક હેવાથી તેમના કથનમાં શંકા કરવાની રહેતી નથી. કેઈક સમયે આ ગ્રંથમાં તેટલા પ્રમાણમાં પદની સંભાવના કદાચ હોઈ શકે છે. પરંતુ અત્યારના વિદ્યમાન સૂત્રમાં તેટલા પદો હશે? તે પદેનું પ્રમાણુ કઈ રીતનું? અને તેની ગણના પણ કઈ રીતે કરવાની? બીજા કેઈએ બે લાખ અઠયાસી હજાર પદ કહ્યાં છે. આ બંનેમાં સત્ય શું હશે ? તેને નિર્ણય કેઈની પાસે નથી. તે પદેની ગણત્રી પણ કેવી રીતે કરવી તે માટે ટીકાકાર, સંપ્રદાયગમ્યતા પર નજર રાખી રહ્યાં છે, એટલે કે પિતપોતાના સંપ્રદાય તથા ગુરુ પરંપરાથી પદની ગણત્રી