Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 04
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 573
________________ ૫૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૭) મૌર્ય પુત્ર સાતમા ગણધર હતાં, મૌરિસન્નિવેષના મૌર્ય અને વિજ્યા દંપતીના પુત્ર હતાં, કાશ્યપ શેત્ર હતું, ૬૫ વર્ષ ગૃહવાસમાં રહીને ૧૪ વર્ષ સુધી છવસ્થ રહ્યાં, ૧૬ વષ સુધી કેવળી પર્યાયમાં રહ્યા અને બ્લ્યુ વર્ષે નિર્વાણ પામ્યા. (૮) અકંપિત નામે આઠમા ગણધર હતાં, મિથિલા નગરીના દેવસેન અને જયંતી દંપતીના પુત્ર હતાં, ગૌતમ ગેત્રના હતાં, ૪૮ વર્ષ સુધી ગૃહસ્થ રહ્યાં, ૯ વર્ષ છઘસ્થ રહ્યા અને ૨૧ વર્ષ કેવળી પર્યાયમાં વિચર્યા, ૭૮ વર્ષે નિર્વાણ પામ્યા. (૯) અચલભ્રાતા નામે નવમા ગણધર હતાં, કૌશલા દેશના વસુ અને નંદાના પુત્ર હતાં, હારિત ત્રીય હતાં, ૪૬ વર્ષ ગૃહવાસ, ૧૨ વર્ષ છદ્મસ્થ, ૧૪ વર્ષ કેવળી પર્યાય અને ૭૨ વર્ષે નિર્વાણ પામ્યા. (૧૦) મેતાર્ય નામે દશમા ગણધર હતાં, વત્સભૂમિના તંગિક સંન્નિવેષના દત્ત અને વરૂણદેવીના કૌડિન્ય ગોત્રના હતાં. ૩૬ વર્ષે ગ્રહવાસ, ૧૦ વર્ષ છદ્મસ્થ, ૧૬ વર્ષ કેવળી પર્યાય અને દર વર્ષે નિર્વાણ પામ્યા. (૧૧) પ્રભાસ નામે છેલલા અગ્યારમા ગણધર હતાં. રાજગૃહના બળ અને અનિદ્રાના કૌડિન્ય ગેત્રીય હતાં. ૧૬ વર્ષ ગ્રહવાસ, ૮ વર્ષ છદ્મસ્થાવસ્થા, ૧૬ વર્ષ કેવળી પર્યાય અને ૪૦ વર્ષે નિર્વાણ (પં. બેચરદાસ સંપાદિત ભગવતીના પહેલા ભાગમાંથી) આ અગ્યારે ગણધરે ૧૪ પૂર્વના જ્ઞાતા, લબ્ધિસંપન્ન, દેદીપ્યમાન શરીરવાળા, ઉંચા શેત્રનાં તથા વિદ્યાઓના પારગામો હતાં બધાય રાજગૃહી નગરીમાં નિર્વાણ પામ્યા છે.

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610