________________
૫૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
માટે અને કામદેવના નશામાં ફસાયેલા પેાતાના કામની પૂર્તિ જેનાથી થાય તે માટે પણ તે તે વ્યક્તિએના ગુણાની પ્રશ’સા કરે છે. તેમને હાથ જોડે છે અને છેવટે તેમના પગે માથું પણ મૂકી દે છે, સારાંશ કે વંદન ક્રિયામાં આત્મકલ્યાણુથી અતિરિક્ત ખીજા માયાવી દેષેની સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી જ કર્માંની નિર્જરાને ખ્યાલમાં રાખીને વંદન શબ્દ પછી નમન શબ્દના પ્રયાગ કરવામાં આચાય ભગવતે એ વિશિષ્ટતમ દીર્ઘદૃષ્ટિ રાખી છે. કેમકે ‘મં પ્રવૃત્રે-નપ્રવે’ નમ્ ધાતુને અથ આત્માની નમ્રતામાં સમાયેલા છે.
સંસારના બધાય બાહ્ય અને આંતર પ્રપંચેા, માયાએ, આત્માના પ્રદેશેાથી દૂર થયા પછી જ અથવા વિશિષ્ટતમ આત્માની શક્તિ વડે તેમને અમુક સમય સુધી દબાવી દીધા પછી, જ આત્મા નમ્ર, સરળ, પવિત્ર અને પેાતાના તથા પારકાના ગુણા પ્રત્યે બહુમાન કરનારો હોય છે, તેથી એ હાથ, એ પગ અને માથું આ પાંચે અગા ઝુકાવીને નમન કરવું તે દ્રવ્ય નમન છે અને આત્મિક જીવનમાં રહેલા ક્રોધાવેશ, માયાવેશ, લેાભાવેશ, કામાવેશ આદિ તથા માયાશલ્ય, મિથ્યાશય, અને નિજ્ઞાનશલ્ય આદિ દોષોનું શમન કે ક્ષય કર્યાં પછી જે નમન થાય છે તે ભાવનમન છે.
આવું ભાવનમન મેાક્ષાભિન્દી, આત્મકલ્યાણુચ્છ, અથવા અનંત સંસારમાં ભ્રમણ કરતાં અત્યાર સુધી જે મેળવી શકાયું નથી તેને મેળવવા માટેની પૂર્ણ તૈયારી જ્યારે આત્મામાં થાય છે ત્યારે તે ભાગ્યશાળી મન-વચન અને કાયામાંથી વક્રતાને દૂર કરીને ભાવપૂર્વક પેાતાનુ મસ્તક પ્રભુના ચરણામાં કે ગુરુદેવના ચરણામાં ઝુકાવી દેશે, કેમકે યેાગવકતા અને અમૃતાનુષ્ઠાનપ્રદ ક્રિયાને હુંમેશા ખારમા ચંદ્રમા વચ્ચે આવતાં તે બંનેનું