________________
શતક ૪૧મું : ઉદ્દેશક-૧
૫૦૭ ચવીને સીધે નરકભૂમિને પ્રાપ્ત કરી શક્યું નથી, કેમકે નરકગતિમાં કર્મોની વેદના અને અલ્પાંશે કે મહદંશે નિર્જરા જ કરવાની હોવાથી તત્કાળ નરકગતિને પ્રાગ્ય કર્મોને બાંધવાનું હોતું નથી, તથા દેવલેકના પુણ્યકર્મના ફતા હોવાથી નરકની લાયકાતવાળા હોતા નથી. તેથી દેવ અને નરકને છોડીને તિર્યંચે અને માનવેને જ નરકગતિને પ્રાયોગ્ય કર્મો બાંધવાની શક્યતા રહેલી હોવાથી આ બંને ગતિને જીવે નરકગતિમાં ઉત્પન્ન થાય છે. આ વિષયને પ્રજ્ઞા પના સૂત્રનું વ્યુત્ક્રાંતિ પદ જેવાની ભલામણ કરાઈ છે. કેટલી સંખ્યામાં જ નરકમાં જાય?
તેના જવાબમાં કહેવાયું છે કે, ૪–૮–૧૨ આદિની સંખ્યાથી લઈને સંખ્યાત કે અસંખ્યાત છે એક સમયમાં નરકમાં જાય છે. નરકમાં જતાં તે છ સાંતર કે નિરંતર જાય છે. યદિ સાંતર ઉત્પન્ન થાય તે જઘન્યથી એક સમયનું અન્તર પડે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયનું અંતર જાણવું અને નિરંતર જાય તે જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમય સુધી પ્રત્યેક સમયમાં અન્તર વિના જ ઉત્પન્ન થાય છે.
જે સમયે નરકના જી કૃતયુગ્મ રાશિવાળા હોય છે, તે જ સમયે તેઓ જ, દ્વાપર કે કાજ રાશિવાળા હતા નથી અને જે સમયે જ રાશિવાળા હોય છે તે સમયે જ
તયુમ, દ્વાપર કે કાજ હોતા નથી. આ રીતે દ્વાપર અને કાજ માટે પણ કલ્પી લેવું. છે એક ઓટલા ઉપરથી બીજા ઓટલા પર જવામાં કૂદકે જોયા વિના બીજે માગ ક્યો? અને જ્યારે કેઈ પણ માનવ