________________
શતક ૪૦મું :
૪૪૫ આ સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન, આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જે પરિપૂર્ણ હોય છે અને સંજ્ઞા એટલે દીર્ધકાલિકી તથા દષ્ટિવાદોપદેશિકી આ બે સંજ્ઞા અને મન:પર્યાપ્તિ દ્વારા જેમણે માનસિક જીવન પ્રાપ્ત કર્યું હોય તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કહેવાય છે. માતા-પિતાના સંગ વિનાના સંમૂચ્છિમ જ અસંસી અને ગર્ભથી ઉત્પન્ન થયેલાઓને સંસી જાણવા. દીર્ઘકાલિકી સંજ્ઞા :
પ્રત્યેક કર્મની અનંત વર્ગણામાં બંધાયેલા છે, મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ચારે કષાયની માયામાં ચારે બાજુથી ફસાયેલા હોવાથી, તેમની પાસે સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રને પ્રકાશ મુદ્દલ ન હોવાના કારણે તેમના દ્વારા કરાતાં પાપ તીવ્રતમ હોય છે, ક્રોધ ખતરનાક બને છે, માન ભયંકર હોય છે, માયાપ્રપંચ તીવ્ર હોય છે, લેભ અને પરિ. ગ્રહની માત્રા સમાતીત હોય છે. ઈર્ષા, અદેખાઈ, પર પરિવાદ તથા બીજાને આળ (કલંક) દેવાની વૃત્તિવાળા હોય છે. તે ઉપરાંત પ્રાણાતિપાત, મૃષાવાદ, ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને પરિગ્રહ પ્રત્યે અત્યંત ગળેડુબ હેવાથી પોતાના અમૂલ્ય જીવનધનને બરબાદ કરનાર બને છે. યદ્યપિ આ જીને ભૂતભવિષ્ય અને વર્તમાનના સુખ-દુઃખને નિર્ણય કરાવનારી, પિતાનું રક્ષણ કરી પારકાને સીસામાં ઉતરાવનારી, પિતાના અંતિમ ક્ષણ સુધી પોતાના શીરાપુરી ટકી રહે તે માટે દેશના લાખ માનવે ભૂખે મરે તેવી આકાંક્ષાઓને સેવનાવનારી દીર્ઘકાલિકી” સંજ્ઞા તેમને જરૂર મળેલી હોય છે. જે એકેન્દ્રિયના અનંત જીવે અને વિકલેન્દ્રિયના અસંખ્ય ની હેતુવાદોપદેશિકી સંજ્ઞા કરતાં હજારવાર ચડિયાતી છે.