________________
શતક ૩૬ : ઉદેશે-૧ બેઈન્દ્રિય જીની રાશિકમે વક્તવ્યતા :
હે પ્રભે! કૃતયુગ્મ કૃતયુગ્માદિ સંખ્યા પ્રમાણવાળા બેઇન્દ્રિય છે પિતાના અવતારમાં કઈ ગતિથી આવે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! તેઓ મનુષ્ય અથવા તિર્યંચગતિમાંથી પિતાને તે તે ભાવ પૂર્ણ કરીને બેઈન્દ્રિય રાશિમાં જન્મ ધારણ કરે છે. તેમને કેવળ સ્પર્શેન્દ્રિય તથા જીભ ઇન્દ્રિય જ હોય છે. આ સિવાય બીજી એટલે નાક, આંખ અને કાન આદિ ઇન્દ્રિયે તેમને હોતી નથી. કેમકે-પૂર્વોપાર્જિત અશુભ કર્મોના કારણે ધ્રાણેન્દ્રિયાવરણીય, ચક્ષુરિન્દ્રિયાવરણીય અને કણેન્દ્રિયાવરણીય કર્મોને સખત ઉદય હોવાથી તે નાક, આંખ તથા કાન ઈન્દ્રિયના ભેગે તેમના ભાગ્યમાં હોતા નથી. આ જ એક સમયમાં જઘન્યથી ૧૬ની સંખ્યામાં અને વધારે સંખ્યાત તથા અસંખ્યાત સમયમાં જન્મે છે.
અસંખ્યાત સમુદ્રો, હદો, તળા, મોટી મોટી નદીઓમાં નાના મોટા શંખ, કેડીઓ, કેડાઓ, તેમજ બીજા પ્રકારના શંખમાં બેઈન્દ્રિય જી જન્મે છે. તે ઉપરાંત વણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાઈ ગયા પછી વાસી રોટલી, રોટલા, ખીચડીમાં પાછું રહી ગયું હોય અથવા સર્વથા કડક ન થઈ હોય તે પુરી આદિમાં, તથા ખટાસ થયા પછીના દહીંમાં અને વરસાદ પડ્યા પછી થયેલા અળસીયા આદિ અગણિત જ પણ બેઈન્દ્રિય જીવે છે. જેમની સંખ્યા કોઈ કાળે ગણાતી નથી. આ કારણે જ પ્રતિ સમયે વાવત્ અસંખ્યાત જ જન્મે છે અને બીજાઓના પગે ચગદાઈને મરણ પામે છે.