________________
શતક ૩૩મુ : ઉદ્દેશક-૧૨
૩૪૧
ભાવુક જે રીતે સમજે તે રીતે જૈનશાસન તેમને સમજાવવા તૈયાર છે. ‘ છંદ` ન વ્યાકરણીયં, ન વ્યાકરણીય ’ એમ કહીને જૈન શાસને કયાંય પણ હાથ ઝાટકી દીધા નથી, પરંતુ પ્રત્યેક ક્ષેત્રમાં ઉંચુ માથુ રાખીને જૈન શાસને નિર્ણય લીધા છે અને સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાનની ભેટ સંસારને આપી છે; માટે જૈન શાસન અજોડ છે.
પૃથ્વીકાયિક જીવેાના નિય કરવા માટે નવ પ્રકાર અતાવવામાં આવ્યા છે.
ચાર નિશ્ચેષા દ્વારા પદાથ ના નિર્ણય કરવા
પૃથ્વીકાયની પ્રરૂપણા કરવી.
લક્ષ્યને સિદ્ધ કરી આપે તે લક્ષણ કહેવું. પરિમાણુ-પૃથ્વીકાયિક છે તે તેનું પરિમાણ કેટલું ? ઉપભાગ–તે જીવા બીજાઓને માટે કઈ રીતે ઉપભેાગમાં
આવશે ?
શસ્ત્ર-તેમના નાશને માટે શસ્ત્ર કયું?
વેદના-કર્માની વેદના,
વધ-તેમના વધ શી રીતે થાય ?
ષધનિવૃત્તિ તેમના વધની નિવૃત્તિ પણ થઇ શકતી હશે ? ઉપર કહ્યા પ્રમાણે નવે પ્રકારાને સંક્ષેપ કે વિસ્તારથી જાણીએ.
( ૧ ) નિક્ષેપઢાર :-નામ, સ્થાપના, દ્રષ્ય અને ભાવરૂપે નિક્ષેપાના ચાર ભેદ છે. કોઈપણ ચેતન કે અચેતન પદાના નિર્ણય માટે ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો કરવા અને તેના ઉત્તર