________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઉપર પ્રમાણે તે દેવા સ'સારના અસલી સ્વરૂપના જ્યારે નિર્ણય કરે છે ત્યારે તેમને લાગે છે કે સંસારને અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચર્ય અને સતાષ આદિ તત્ત્વાની જ આવશ્યકતા છે. તે માટે તેએ દેવમાયાના મેાડુ છેડીને પણ અહિંસાના પૂર્ણ અવતારી, સત્ય સ્વરૂપ, બ્રહ્મનિષ્ઠ અને પરિ ગ્રહના પૂર્ણ ત્યાગી દેવાધિદેવ પરમાત્માએની સેવા કરવાના બહાને તથા મેહુઘેલા માનવ સમાજને મિથ્યાત્વમાંથી, અસત્યમાંથી, હિંસામાંથી, દુરાચારમાંથી બહાર લાવવા માટે જ જાણે અહિંસા-સંયમ તથા તપેાધમના પ્રચારક ન હેાય ! તે પ્રમાણે તે તીર્થંકર પરમાત્માઓને મહિમા વધારવા માટે, પેાતાની વૈક્રિય લબ્ધિ વડે ઓગણીશ પ્રકારના અતિશયા કરે છે. જેથી માનવસમાજ જાગૃત બને, સમવસરણુ તરફ આવવાનુ આકર્ષણ થવા પામે અને વધવા પામે.
૩૬૮
સંસાર દુ:ખી છે, રાગી છે, મહારેાગી છે, તેથી દયાવાસી અનેલા દેવા માનવસમાજની સેવા કરવા માટે જ જાણે તીર્થંકર પરમાત્માની સેવા કરતા હાય છે.કેમકે સ'સારને ઉદ્ધાર કરવા માટે એકેય રાજા, મહારાજા, ચક્રવતી, વાસુદેવ, ખલદેવનુ સૈન્ય પણ કોઈ દિવસે કામ આવ્યું નથી તથા શ્રીમતાની શ્રીમંતાઈ, રૂપાળા માનવાનુ રૂપાળુ શરીર અને સત્તાધારીઓની રાજસત્તા પણ માનવ સમાજને સુખી બનાવી શકી નથી. કેમકે સત્તાએ કેવળ ભૌતિકવાદ સાથે જ મિત્રતા બાંધીને બેઠી હાય છે. તેવી સત્તા સંસારના માનવાને અધ્યાત્મનું શાસન શી રીતે આપી શકવાની હતી ? આ કારણે જ સ'સારને સુખ-શાંતિ અને સમાધિ આપવા માટે અધ્યાત્મ ચેાગીએ જ પૂ` સફળ અને છે. આવા યેગી કેવળજ્ઞાની સિવાય બીજા કોઈ હાતા નથી. કેમકે :
-: