________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૧ રૂપે સમર્થ નથી. કારણમાં કહેવાયું છે કે–જે જે માર્ગથી નવા પાપ આવે તે માર્ગોને ત્યાગ કર સર્વથા અનિવાર્ય હોવાથી તેના ત્યાગથી આત્માની શુદ્ધિ થશે, ટકશે, વધશે અને પરમાત્મપદ મેળવવાને અધિકારી બનશે. શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ કેમ નથી?
કદાચ કોઈ કહે કે પવિત્રતમ ગંગા-યમુના-બાળબ્રહ્મ ચારિણી સરસ્વતી આદિ બીજી કઈ નદીમાં શરીરનું સ્નાન કરી લેવાથી તેની શુદ્ધિ થતાં આત્માની પણ શુદ્ધિ થઈ જશે અર્થાત થઈ જાય છે, પણ આ માન્યતા સર્વથા ભૂલ ભરેલી છે. કેમકે શરીર પૌગલિક હોવાથી જડ છે અને આત્મા ચૈતન્ય છે. આ બન્ને દ્રવ્યની દિશા જૂદી જૂદી હેવાના કારણે શરીરની શુદ્ધિ સાથે આત્માની શુદ્ધિની સંભાવના રહેતી જ નથી તથા ગંગામાં ગમે તેટલી વાર ડુબકી મારી લઈએ તે પણ શરીરનું ગંદાપણું કોઈ કાળે મટયું નથી અને મટવાનું નથી, કેમકે શરીરનું મળદ્વાર ગમે તેટલા પ્રયત્ન કર્યો છતે પણ પવિત્ર થવાનું નથી. દૂધ અને સાકરની જેમ આત્મા અને શરીર કર્મોના કારણે ભલે એકાકાર દેખાતા હોય તે પણ લેખંડના ગેળા અને અગ્નિ જેમ સર્વથા જૂદા છે તેમ આત્મા અને શરીર પણ સર્વથા જૂદા છે. માટે શરીરની શુદ્ધિમાં આત્માની શુદ્ધિ થતી નથી, કદાચ ચર્મચક્ષુથી કે પૂર્વગ્રહથી દેખાય તે યે તે શુદ્ધિ નથી પણ આભાસ છે. માટે શરીરનું સ્નાન આત્માની શુદ્ધિનું કારણ બનતું નથી. તે કારણે વ્યાસજી રચિત મહાભારતમાં કહેવાયું છે કે :
“પાણી વડે કરાયેલું સ્નાન સ્નાન નથી, પરંતુ જે ભાગ્યશાળી પિતાની ઇન્દ્રિયેને સ્વાધીન કરે છે તે શુદ્ધ છે.”