________________
શતક ૩૧ : ઉદેશે–૧ શુદ્રક્તયુગ્માદિ પ્રકારે નારકનું વર્ણન
હે પ્રભે! સુદ્યુમે કેટલા કહેવાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! શુદ્રધુમે ચાર પ્રકારના છે.
(૧) સુદ્રકૃતયુગ્મ. (૩) શુદ્રદ્વાપરયુગ્ય. (૨) ક્ષુદ્રત્યેજયુમ. (૪) શુદ્રકલ્પજયુમ.
રાજગૃહી નગરીમાં ચતુર્વિધ સંઘ સાથે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે. સમવસરણમાં બિરાજિત થયેલા પ્રભુને ગૌતમસ્વામીજીએ નમ્રતાપૂર્વક વંદન કરીને ઉપરના પ્રશ્નો પૂછળ્યા છે અને પરમાત્માએ જવાબ આપ્યા છે. અહીં સુમને અર્થ સંખ્યાવાચક છે અને ક્ષુદ્રથી નાની સંખ્યા સમજવાની છે.
કલ્પેલી સંખ્યાને ચારથી ભાગ દેતા શેષ ચાર રહે તેને કૃતયુમ કહેવાય છે, જેમકે ચાર, આઠ, બાર, સેળ.
ચારથી ભાગ દેતા શેષ ત્રણ રહે તે જ સંખ્યા છે, જેમકે સાત, અગ્યાર, પંદર.
શેષ બે રહે તેને દ્વાપર સંખ્યા જાણવી, જેમકે છે, દસ. - અને શેષ એક રહે તે કલ્પજ કહેવાશે, જેમકે પાંચ, નવ, તેર આદિ.