________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૨૦૭ “તwsઝતિfsઠા:” કહેવાયું છે, કેમકે જે તર્કોથી વિતંડાવાદ વધે તથા સત્ય પ્રતિષ્ઠિત આત્માને અનુભવ મિથ્થારૂપે કરાવે તેવા તકે અપ્રતિષ્ઠિત હોવાથી અમાન્ય છે. જેનાગમમાં વર્ણિત પર્વતે, સમુદ્રો અને દ્વીપ જે કેવળીગમ્ય જ છે, જ્યાં માનવ એકેય સાધનથી પણ જઈ શકવા માટે સમર્થ બનતું નથી. આજનું વિજ્ઞાન પણ મર્યાદિત અને અધુરું છે, જે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું ઉલ્લંઘન કરી ઉત્તરાર્ધ ભારતમાં જઈ શક્યો નથી, જવા માટે સમર્થ બની શક્યો નથી, તે પછી ભરતક્ષેત્રથી બહાર તે કઈ રીતે જઈ શકશે? બે લાખ જન લવણ સમુદ્રને બધાય વૈજ્ઞાનિકે ભેગા મળીને તથા દુનિયાભરની સંપત્તિને હોમીને પણ જઈ શકવાના નથી. માટે સંસાર અગાધ છે, અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોથી પરિપૂર્ણ છે. ધર્મધ્યાન આ ચે ભેદ સંસારના સંસ્થાનનું સ્વરુપ વિચારવા માટે આમંત્રણ આપતા ફરમાવે છે કે માનવ! તું યથાર્થ જ્ઞાન મેળવ અને સંસારના સ્વરુપને યથાર્થરૂપે જાણ જેથી તેને કેવળી ભગવંતના જ્ઞાન પ્રત્યે પૂર્ણ વિશ્વાસ થશે. ધર્મધ્યાનના લક્ષણે કેટલા છે? અને ક્યા છે?
જવાબમાં ભગવંતે ધર્મધ્યાનના ચાર લક્ષણે ફરમાવ્યા છે. કોઈપણ લક્ષ્યની સિદ્ધિ લક્ષણ વડે જ થાય છે. અહીં ધર્મ ધ્યાન એ લક્ષ્ય છે, કેમકે અમુક વ્યક્તિમાં કે આપણું જીવનમાં ધર્મધ્યાન છે કે નહીં તે જાણવાને માટે લક્ષણની પ્રરૂપણા કરવી જ જોઈએ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અને તેના લક્ષણે તે અનાદિકાળથી જીવમાત્રમાં વિદ્યમાન જ છે. જે સૌને પ્રત્યક્ષ જણાઈ આવે છે, જ્યારે સંસારના પરિભ્રમણમાં ધર્મધ્યાન