________________
૧૯
શતક ૨૫મું ઉદ્દેશક-૭ બચાવીને ધર્મધ્યાનમાં તલ્લીન કરવા માટે પૂર્ણ સમર્થ છે. જેનાં નીચે પ્રમાણે ચાર ભેદ છે.
(૧) આજ્ઞા વિચય -કર્માણુઓથી સર્વથા મુક્ત થઈ કેવળજ્ઞાનના માલીક સગી, તીર્થંકર પરમાત્માઓની આજ્ઞાનું વિચય એટલે પર્યાલચન-આલેચન કરવું તે આજ્ઞાવિચય નામે ધર્મધ્યાનને પહેલે ભેદ છે. માનવ માત્ર મનઃકરણ, વચઃકરણ, કાયકરણ અને કર્મકરણને માલીક હોવાથી તેના મન, વચન અને કાયા પ્રતિસમયે પ્રવૃત્તિવાળા જ હોય છે, પરંતુ ધાર્મિકતા (ધર્મમાં ચરતીતિ ધાર્મિક ) પ્રાપ્ત થયા પછી થડે વિચાર કરવામાં આવે તે તેની પ્રવૃત્તિમાંથી ગંદાપણું– વૈકારિક, તામસિક અને પૌગલિક ભાવનો ત્યાગ થઈ શકે છે; કેમકે જ્યાં સુધી જીવ, શુદ્ધ-સ્વરૂપી -નિરંજન-નિરાકાર અવસ્થાને પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી સદ્બુદ્ધિ તથા સદ્વિવેકપૂર્વક પોતાની પ્રવૃત્તિને તથા વૃત્તિને શુદ્ધ અને શુભ બનાવે તે સંસારના સંચાલનમાં પણ વાંધો આવતો નથી અને ઘણું નિરર્થક પાપોમાંથી બચાવ પણ થઈ જાય છે, માટે પ્રતિક્ષણે વિચાર કરવા પ્રયાસ કરે કે મારૂં ખાનપાન, રહેણીકરણી, વ્યાપાર-વ્યવહાર આદિ પ્રવૃત્તિ તીર્થકરોની આજ્ઞા પ્રમાણે છે? અથવા નથી ? યદિ નથી તે પ્રયત્નપૂર્વક દેવાધિદેવ તીર્થકર ભગવંતની આજ્ઞા સમજવી અને જીવનમાં ઉતારવા માટે જ પ્રયત્ન કરવા આનું નામ જ “શ્રેય”ની સાધના છે કેમકે જૈનત્વ પ્રાપ્ત થાય તેનાથી બીજું શ્રેય કયું ?
સંસારભરના ગમે તેટલા અને તેવા પવિત્ર સદનુષ્ઠાને હોય તે યદિ તીર્થંકર પરમાત્માની આજ્ઞાથી મુદ્રિત થયેલા હશે તે તે અનુષ્ઠાનમાં પાપતત્વને પ્રવેશ અટકશે અને