________________
શતક ર૫ : ઉદ્દેશ-૩ સંસ્થાને કેટલા પ્રકારે છે?
હે પ્રભે! પુદ્ગલેના આકાર વિશેષ સંસ્થાને કેટલા પ્રકારે કહેવાયા છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! પુદ્ગલ માત્ર આકાર વિશેષથી જ વિશેષિત હોય છે, માટે મેં તે સંસ્થાનેને છ પ્રકારે કહ્યાં છે.
(૧) પરિમંડળ સંસ્થાન–વચમાં પિલાણવાળે ગળ આકાર, જેમ બંગડીમાં હોય તેવા આકાર-સંસ્થાનને પરિ મંડળ કહે છે.
(૨) વૃત કુંભારના ચાકડાની જેમ એટલે કે અંદરમાં પિલાણ વિનાના ગોળાકાર સંસ્થાનને વૃત કહેવાય છે.
(૩) વ્યસ–શિંઘાડાના જેવા ત્રણ ખુણીઆ પુદ્ગલ સ્ક વ્યય છે.
(૪) ચતુરસ–પાટ પાટલાની જેમ ચારે ખુણ બરાબર હોય છે.
(૫) આયત–દંડાની જેમ લાંબા સંસ્થાનને આયત કહેવાય છે.
(૬) અનિત્થ–ઉપરના પાંચ આકારથી રહિત જે હોય તે અનિત્ય છે.
ઉપર પ્રમાણેના છ એ સંસ્થાને વિચાર દ્રવ્યરૂપ અર્થને આશ્રય કરીને કરવાનું છે, પરમાત્માએ કહ્યું કે આ