________________
૧૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બદલે પ્રપંચથી અને શેતાનને બદલે શેતાનીથી લેનારા કે દેનારા હતા નથી.
એક રાતમાં વિશની સંખ્યામાં જીવલેણ હુમલા અને છ છ મહિના સુધી આહાર પાણીમાં અન્તરાય ભેગવનારા ભગવાન મહાવીરસ્વામીને પરિષહ સમય દરમ્યાન રતિ માત્ર ખેદ થયે નથી પરંતુ જ્યારે સંગમના ઉપસર્ગો શાંત થયા ત્યારે દયાની ચરમસીમાએ પહોંચેલા પરમાત્મા મહાવીરસ્વામીની આંખે દયાથી છલકાઈ ગઈ હતી.
આ બિચારો “મારા નિમિત્તે અગામી થશે તેના અધઃપતનમાં હું કારણ બને આવી ભાવદયા ભગવાન મહાવીરસ્વામીને છેડી બીજે ક્યાંય રહેતી હશે? તેનું એકેય કથાનક ક્યાંય પણ વાંચ્યું નથી, સાંભળ્યું નથી. પર્વતની એકાંત ગુફામાં વિષય વાસનાની માંગણી કરતા રહનેમિથી હતપ્રભ થયા વિના દયાની મૂર્તિ જૈન સાધ્વી કહે છે કે
દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે”...માટે જ ભગવતી સૂત્રકારે કહ્યું કે વિવેકધર્મની પુત્રી ક્ષમા સાથે પાણિગ્રહણ કરનાર જૈન મુનિ જ પાપની આચના કરી ઉત્તરોત્તર કલ્યાણને સાધે છે.
(૮) દાન:-પાંચે ઈન્દ્રિયેને દમન કર્યા પછી આત્મા ધીન થયેલે મુનિ જ પોતાના પાપને આલોચક બને છે. એટલે કે પાપોની રજૂઆત ગુરુઓ પાસે કરીને પ્રાયશ્ચિત મેળવી શકે છે. અનુભવીઓ કહે છે કે-ગમે તેવી અને તેટલી પૌગલિક વસ્તુઓ મેળવવા, બીજાઓને માટે અશક્ય તેવા રણમેદાન રમવા, વૈષયિક સુખ માણવા, કષાયેના રંગરાગ ખેલવા, અને હજારો લાખે માનને મેતના ઘાટ ઉતારવા સરળ છે, પણ આત્મદમન કરવું અત્યન્ત કષ્ટસાધ્ય છે.