________________
ભાવના
૧.
નિત્યભાવના
જે ક્ષણિક કે વિનાશી હોય તેને અનિત્ય કહે છે. શરીરાદિ સંયોગી પદાર્થો અને રાગાદિ વિકારી
ભાવો ક્ષણિક કે વિનાશી છે, અને પોતાનો શુદ્ધાત્મા જ શાશ્વત અને અવિનાશી છે. આ પ્રકારની વારંવાર વિચારણા ક૨વી તે અનિત્યભાવના છે.
મનુષ્યનું શરીર, સંપત્તિ, માન-સન્માન વગેરે સંયોગો અને બુદ્ધિ. કૌશલ્ય વગેરે સંયોગી માવો ક્ષણિક કે વિનાશી છે. તે બઘાનો કોઈ ને કોઈ કાળે નાશ થવાનો જ છે. નાશવંત
વસ્તુમાં મોહ રાખવાથી દુ:ખી જ થવાય છે. અને અવિનાશી શુદ્ધાત્માનું ધ્યાન ઘરવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની વિચારણા તે અનિત્યભાવના છે.
વગેરે વિનાશિક છે. પોતાનું આયુષ્ય પણ અલ્પ છે. પરિવર્તનશીલ સંસારમાં કોઈ પણ ચીજ
BE
કાયમી નથી. કાયમી પોતાનો શુદ્ધાત્મા જ છે. આ પ્રકારે આત્મહિતકારી અનિત્યમાવનાના સ્વરૂપને સમજી તેની વારંવાર વિચારણા કરવી તે અનિત્યમાવના છે.
કઈ રીતે અનિત્યતા છે
સંસાર અવસ્થાપણે આત્માની અનિત્યતા છે. દરેક દ્રવ્યનું સ્વરૂપ અનેકાંત છે. અનેકાંતસ્વરૂપી દ્રવ્ય પોતાના સ્વભાવરૂપે કાયમ ટકીને પોતાની પર્યાયરૂપે કાયમ પલટતું રહે છે. અશુદ્ધ પર્યાયનું પલટવું જુદાં જુદાં પ્રકારે એટલે કે વિસશપણે હોવાથી તે વિનાશિક કહેવાય છે. આત્માની સંસાર અવસ્થા તેની અશુદ્ધ પર્યાય હોવાથી તે વિનાશિક છે. શુદ્ધ પર્યાયનું પલટવું એક જ પ્રકારે એટલે કે સશપણે હોવાથી તે વિનાશિક કહેવાતું નથી. સિદ્ધ અવસ્થા આત્માની શુદ્ધ પર્યાય હોવાથી તે વિનાશિક નથી.
અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ નિત્ય-અનિત્યાત્મક હોય છે. અસંયોગી આત્મા નિત્ય છે અને તેની સાથે સંકળાયેલા સઘળાં સંયોગો અને સંયોગીભાવો અનિત્ય છે. જીવ પોતાના અસંયોગી ધ્રુવ શુદ્ધાત્માને ભૂલીને અધ્રુવ શરીરાદિ સંયોગો અને ક્ષણિક વિકારી સંયોગી માવોમાં પોતાનું એક્પ-મમત્વ કરે છે. પરંતુ આ જગતમાં જેનો શરીરાદિ પરસંયોગો અને તે સંયોગોના લક્ષે સંયોગ હોય છે તેનો વિયોગ પણ હોય છે, થતો આત્માનો સંયોગીભાવ તે આત્માનો સંસાર જન્મ હોય તેનું મરણ હોય છે, આદિ હોય છે. આ સંસાર અશુદ્ધ અવસ્થારૂપ હોવાથી તે તેનો અંત પણ આવે છે, જે ઉપજે છે તે નિરંતર વિસશપણે એટલે કે જુદા જુદા પ્રકારે
M
વિણસે પણ છે, જેનું નામ હોય તેનો નાશ પણ હોય છે. તેથી આ શરીર-મન-વાણી, સ્ત્રીપુત્ર-પરિવાર, માનસન્માન, સત્તા-સંપત્તિ
બદલાયા કરે છે. તેથી તે વિનાશિક એટલે કે અનિત્ય છે. આ રીતે
સંસારનું સ્વરૂપ જ અનિત્ય છે.
૧. અતિત્યભાવના
૨૭