________________
ભાવના
એકવભાવના
સંસારીજીવનના દરેક પ્રસંગ કે અવસ્થામાં પોતાનો આત્મા અનેક પરસંયોગોની વચ્ચે હોય તોય તેનો કોઇ પણ સાથી કે સહાયક ન હોવાથી તે રીતે પોતે એકલો જ છે. અને પોતાના શુદ્ધાત્મસ્વભાવનું એકત્વ જ પોતાનું સાચું શરણ કે આઘાર હોવાથી તે જ પોતાનો સાચો સાથી કે સહાયક છે. આ પ્રકારનું ચિંતવન કરવું તેને
એકત્વભાવના કહે છે.
એકત્વમાવના અનુસાર બહારમાં પોતાનો
કોઈ સાથી કે સહાયક ન હોવાથી પોતે એક્લો જ છે. તે પોતાનું બહારથી એક્ત્વ છે. અંદરમાં
અનેક પ્રકારની અવસ્થાઓ કે મિદમાવોની વચ્ચે પણ પોતાના આત્માનું એકરૂપપણું છે. તે પોતાનું અંદરથી એક્ત્વ છે. બહારનું એક્પ પોતાની અસહાયતા સૂચવે છે પણ અંદરનું એક્સ્પ પોતાની સહાયતા સૂચવે છે. તેથી અસહાયભૂત બહિર્મુખ વૃત્તિ છોડી સહાયભૂત અંતર્મુખ વૃત્તિ કરવી તે
જ એક્ત્વભાવનાનો એક માત્ર આશય છે.
સંસારી જીવના જન્મમરણ, સુખ-દુ:ખ,
ઘર્મ-કર્મ, બંઘ-મોક્ષ જેવા કોઈપણ પ્રસંગ કે
અવસ્થામાં તેને અન્ય કોઈ આઘાર કે શરણ નથી. સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગોની વચ્ચે હોય તોય તેનો કોઈ સાથી કે સહાયક નથી. જીવ પોતે એક્લો જ પોતાના ર્માનુસારના ફળને મિોગવતો જન્મમાં પ્રવેશે છે, જીવન ગુજારે છે અને મરણ પામે છે. અને અનેક પ્રકારનાં દુ:ખો ભોગવે છે. પોતાના દુ:ખમાંથી ઉગારનાર,
મિાગ પડાવનાર અન્ય
બચાવનાર કે તેમાં કોઈ હોતું નથી. તેથી તે પોતે એક્લો જ છે.
૪. એકત્વભાવના
પોતાનો એક્ત્વસ્વરૂપી શુદ્ધાત્મા જ પોતાનો આધાર કે શરણ છે. તેના આઘારે જ આત્મિક અતીન્દ્રિય સુખની પ્રગટતા હોય છે. તે જ સંસાર અને તેના દુ:ખોથી બચાવી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તેથી આ શુદ્ધાત્મસ્વભાવનું એકત્વ જ પોતાનો સાચો સાથી કે સહાયક છે. અસંયોગી શુદ્ધાત્મસ્વમાવ
સિવાય અન્ય કોઈ સંયોગ કે સંયોગીભાવ પોતાનો સાથી કે સહાયક નથી. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તે એક્ત્વભાવના છે.
એકત્વભાવનાનું એકત્વ શું છે ?
અનેક પ્રકારના સંયોગો અને સંયોગીભાવોની વચ્ચે પણ પોતાને કોઈ સાથી કે સહાયક હોતો નથી અને પોતે એકલો જ હોય છે. તેથી તેઓ કોઈ આઘાર કે શરણરૂપ થતા નથી. પરંતુ આ સમયે પોતાના અખંડ, અભેદ, એરૂપ, ત્રિકાળી ધ્રુવ શુદ્ધસ્વભાવરૂપ એત્વ જ એક માત્ર આધાર કે શરણરૂપ હોય છે. તે પ્રકારની સમજણપૂર્વની વિચારણા તે જ એક્વમાવનાનું એકત્વ છે. એકત્વમાપનાનું આ એકત્વ બે પ્રકારે છે :૧. વ્યવહારથી અને ર. નિશ્ચયથી
૧. વ્યવહારથી અનેક સંયોગોની વચ્ચે પણ જેનો કોઈ સાથી કે સહાયક ન હોય
તેને એકલો કહેવામાં આવે છે. સંસારીજીવના સ્ત્રી-પુત્ર-પરિવારાદિ અનેક પરસંયોગોની વચ્ચે પણ તેના સુખ-દુ:ખાદિના પ્રસંગે તે એકલો હોય છે. એ તે બાબતનું ચિંતવન એકત્વમાવનાનું એકત્વ વ્યવહારથી છે.
૭૭