Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 247
________________ પ્રભાવરહિત થઇ મદનાંકુશની પ્રદક્ષિણા કરી પાછું ફર્યું. બીજીવાર ચલાવ્યું તો બીજીવાર પણ પાછું ફર્યુ. કોટિશિલા ઉપાડનાર વાસુદેવ લક્ષ્મણ લજ્જિત થઇને યુદ્ધની ક્રિયાથી શિથિલ થયા. ત્યારે નારદના કહેવાથી સિદ્ધાર્થે લક્ષ્મણને જઇને કહ્યું કે આ બન્ને કુમારો જાનકીના પુત્રો છે. તમારા જ ગોત્રના હોવાથી તેના ઉપર ચક્રાદિક શસ્ત્રો ચાલશે નહિ. લક્ષ્મણે કુમારોનો વૃતાંત સાંભળી હર્ષિત થઇને હથિયાર હેઠા મૂક્યા. લક્ષ્મણની સાથે વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે બધાયે મળીને રામને સીતાને પાછી લાવવાની વિનંતી કરી, પરંતુ લોકોપવાદના કારણે જેને ત્યજી દીધી છે. તેને કેવી રીતે પાછી લવાય. ઊંડા વિચાર બાદ રામચંદ્રજીએ કહ્યું કે સીતા શપથ લઇને શુદ્ધ થઇને મારા ઘરમાં પ્રવેશ કરે. સીતાજીએ જણાવ્યું કે જગતમાં જે કોઇ દિવ્ય શપથ હોય તે લઇને હું લોકોનો સંદેહ દૂર કરૂં. હે નાથ ! તમો કહો તો કાળકૂટ્ વિષ પી જાઉ. અગ્નિની જવાળાઓમાં પ્રવેશ કરૂં. રામચંદ્રએ એકાદ ક્ષણ વિચારીને સીતાજીને અગ્નિકુંડમાં પ્રવેશવાની આજ્ઞા કરી. અરે ! વીતરાગી ધર્મ અને તેના ધારક ધર્માત્માની કસોટી કાયમ થતી જ રહે છે. સો રચના શુદ્ધ સોનાને પણ પોતાની શુદ્ધતાની ખાત્રી કરાવવા ક્સોટીના પથ્થર ઉપર ઘસાવું પડે છે, અને અગ્નિમાં તપાસવું પડે છે. તેમ ધર્માત્માની પણ પરીક્ષા થાય તેમાં કોઇ આશ્ચર્ય નથી. અગ્નિકુંડમાં પ્રવેશતા સીતાએ ધર્મભાવનાનું ચિંતવન કરતા કહ્યું : “આ જગતમાં નવરાર્ગ ધર્મ જ શરણ છે, આધાર છે, તારણહાર છે, જે ધર્મને ધારણ કરી ૧૨. થર્મ ભાવના ગમે તેવા કપરા સંયોગોમાં પણ ધર્મભાવનાના ચિંતવન દ્વારા તેને જાળવી રાખે છે તો ધર્મ પણ ધર્માત્માની મુશ્કેલ ર્પારસ્થિતિમાં રક્ષા કરે છે. ધર્મ અને ધર્મભાવનાના બળે હું કેટલીય પરીક્ષાઓમાંથી પસાર થયેલા છું તો આ અપિરીક્ષામાંથી પણ મને પસાર કરજે. આ મારી અંતિમ પરીક્ષા છે અને તેમાંથી પસાર થા તો મારૂં સમગ્ર જીવન આર્થિકાઠીક્ષા અંગીકાર કરી ધર્મને ખાતર વ્યì કરીશ. હૈ પટેલતા ! એ હું મારા શીલવ્રતને સૂકી હોઉં અને તેના કારણે રામચંદ્ર સિવાય અન્ય કોઇ પુરુષને ચિંતવ્યું હોય કે અન્ય કોઇ પુરુષને મસ થઈ શક્તથી ૩ ઇ હોઉં તો મને બાળીને ભસ્મ કરજે, હિર ધર્મની લાજ રાખજે. જગતમાં સીતાનો પાઠ થયો તેમ ધર્મનો અપવાદ થવા દેતો નહિ.’’ સીતાજીએ ઉપર મુજબ ધર્મભાવના ભાવતા નમસ્કાર મંત્ર ભણીને અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. પરંતુ સીતાના શીલ અને ધર્મના પ્રભાવે દેવોએ સહાય કરી, અગ્નિકુંડ કમળયુક્ત સરોવરમાં ફેરવાઇ ગયું. તેના મધ્યમાં રત્નજડિત સિંહાસન રચાયું અને દેવાંગનાઓએ સીતાજીને તેના ઉપર બિરાજમાન કરી. ચારેબાજુ સીતાજીનો અને તેમની ધર્મભાવનાનો જય જયકાર થયો. પાવ પૂર્વક ક મેં ઢમંડ વ રહ્યા ! સીતા જે શપથ ભેળે પગે તવ રાનો વા | તુમ ધ્યાન ધાર નાની પળ ચારતી તર્તા । તત્વlલ હી સર સ્વચ્છ હુા મલ લહલહીં || જે ધર્મભાવનાના ચિંતવન વડે ધર્મનું રક્ષણ કરે છે તેનું પણ આપત્તિ સમયે ધર્મ વડે રક્ષણ થાય છે, એવા ઘર્મ રક્ષતિ રક્ષિતો સિદ્ધાંતને ચરિતાર્થ કરનારી ધર્મમૂર્તિ સતી સીતાને શત્ શત્ પ્રણામ. ૨૪૭

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264