Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 246
________________ ખુબ ભિન્ન હૃદયે તે અયોધ્યા પરત આવ્યો. આજ્ઞાને આધીન તેમ કર્યા વિના છૂટકો નહોતો. | સીતાનો પણ ત્યાગ કર્યો અને તે સીતાને શોધવા હું ફરી રહ્યો છું તે બાબત પણ જણાવી. કુશે કહ્યુંઃ આ બાજુ થોડી વાર પછી સચેત થઇ સીતાજી ધર્મભાવનાનું ચિંતવન કરવા લાગ્યા. ધર્મભાવનાના ચિંતવનના પ્રતાપે તેનો પાપનો ઉદય પૂરો થયો અને પુણ્યનો પ્રકાશ થયો. તે સમયે હાથીને પકડવા નિર્જન વનમાં પ્રવેશેલા રાજા વાંઘે દેવાંગના સમાન સીતાજીને જોયા સઘળો વૃતાંત જાણી સીતાજીને સાંત્વના આપી અને પોતાની પુંડરિકપુર નગરીમાં લાવ્યો. સીતાજીને કૂખે અનંગલવણ અને મદનાંકુશ કે જેઓ લવ-કુશ તરીકે ઓળખાયા તેવા જોડીયા પુત્રોનો જન્મ થયો. આ રીતે રામચંદ્રજી દ્વારા ત્યજાયેલી સીતા ધર્મભાવનાના બળે આપત્તિમાંથી હંગરી ગયા. ૫. સીતાની અગ્નિપરીક્ષા રામચંદ્ર દ્વારા નિર્જન વનમાં ત્યજાયેલ સીતાજીને શોધવા નારદ ચારેબાજુ ફરી રહ્યા છે. તેમાં તેમણે વનક્રિડા કરી રહેલા લવ-કુશને જોયા. દેવ જેવા જણાતા કુમારોથી આકર્ષાઇને નારદ તેમની પાસે આવ્યા. બન્ને કુમારોએ ઉભા થઇને હાથ જોડીને નારદનું સન્માન કર્યુ, નારદે તેમને આર્શીવાદ આપતા કહ્યુંઃ “નરનાથ રામ-લક્ષ્મણ જેબી તમારી એડી છે. બળટેલ-નાસુટેલ બેલા રામ-લક્ષ્મણ જેવી જ્ઞમાં તમને મળો. ' બન્ને કુમારોએ રામ-લક્ષ્મણ કોણ છે તેમ પૂછયું. નારદે જણાવ્યું કે સમગ્ર પૃથ્વીનો પત્ર બનાવી, સકળ વનરાઇની કલમ બનાવી, સાતેય સમુદ્રોના પાણી જેટલી શાહી વડે રામલક્ષ્મણના ગુણોનું આલેખન કરવામાં આવે તો પણ થઈ શકે નહિ. તેમ છતાં કુમારોના આગ્રહથી તેમણે રામ-લક્ષ્મણની સઘળી વાત કરી. પ્રજાના હિતાર્થે પોતાની પ્યારી પત્નિ ૨૪૬ “હું ામાં ! સમે સહેવાને અયંકર બમાં kev દીધી તે સારૂં ન કહેવાય. લોકોપવાદ નિવારવાના બીજા પણ ઉપાય હોય છે." લવે પૂછ્યું : “ જાગી ખોન્યા કેટલું દુર છે ?" નારદે ઉત્તર આપ્યો કે એકસો ને આઠ યોજન દૂર છે. લવ-કુશે અયોધ્યા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરી. પુત્રોની પિતા ઉપરની ચઢાઈના સમાચાર સાંભળી સીતા રડવા લાગી. તેથી બન્ને કુમારો માતા પાસે આવ્યા અને રૂદનનું કારણ પુછ્યું. સીતાએ બધી વાત કરી કહ્યું કે પિતા સામે યુદ્ધ કરવાનું ન હોય. જાઓ, જઇને તેમને પ્રણામ કરો. ત્યારે પુત્રોએ કહ્યુ? કે અમારા પિતા શત્રુભાવરૂપ થયા છે. અમે તેમનો વધ નહીં કરીએ પણ રણમેદાનમાં તેમને હરાવી માનભંગ કરી તમારો મેળાપ કરાવીશું. યુદ્ધના મેદાનમાં રામની સામે અનંગવલણ અને લક્ષ્મણની સામે મદનાંકુશ આવીને ઊભા રહ્યા. બન્ને કુમારો જાણે છે કે આ મારા પિતા અને કાકા છે. પણ રામ-લક્ષ્મણ કાંઇ જાણતા નથી. તેઓ શત્રુ સમજીને કુમાર પર શસ્ત્રો ચલાવે છે પણ બન્ને કુમારના પરાક્રમ આગળ સઘળાં શસ્ત્રો શિથિલ થઇ ગયા. કુમારોએ એવી નિપુણતાથી પ્રહાર કર્યા કે મર્મસ્થાન પર ન લાગે અને સામાન્ય ચોટ લાગે. તોપણ રામ-લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા. થોડીવાર પછી સચેત થયેલા લક્ષ્મણ અને મદનાંકુશ વચ્ચે તુમુલ યુદ્ધ જામી પડયું. બધાં આયુધો નિષ્ફળ નીવડતાં લક્ષ્મણે દેવોપુનિત ચંક્રરત્ન હાથમાં લઇ મદનાંકુશ ઉપર ચલાવ્યું. ચંક્રરત્ન જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની નનીઃ બાર ભાવના


Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264