________________
છે. ક્ષેત્રપરાવર્તનમાં સ્વક્ષેત્ર અને પરક્ષેત્રમાં સતત ભ્રમણ થતું રહેવાના કારણે તે પણ દુઃખરૂપ છે. કાળપરાવર્તનમાં સંસારી જીવ અનંતકાળ નિગોદમાં જ વીતાવે છે. નિગોદના દુ:ખો ભગવાન જ જાણે અને ભોગવનારો જ મોગવે. મિવપરાવર્તનમાં સંસારના ચારેય પ્રકારના મવો એક પ્રકારની જેમ કે બંધન હોવાથી તે પણ દુઃખરૂપ છે. મિાવ પરાવર્તનમાં સંસારી જીવ અનેક પ્રકારની અશુદ્ધે અવસ્થાઓમાંથી પસાર થતો અસ્થિરતા અને આકુળતાના કારણે થતા ખોળે પામતો રહે છે.
સંસારની વાસ્તવિક્તા જ એવી છે કે તેમાં રહેલો કોઈ જીવ ક્યારેય સુખી હોતો જ નથી. સંસારમાં સુખ ન હોવા સંબંધી આ વાસ્તવિકતાને સમજવા આપણે આપણા મનુષ્ય સમાજને બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક ભાગમાં એવા લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી. સાંસારિક સુખ-સુવિધા શૂન્ય છે. બીજા ભાગમાં એવા લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ સાધન છે. સાંસારિક સુખ-સુવિધા પણ કાંઈક છે. વાસ્તવિક્તાથી વિચારમાં આવે તો આ
બન્ને પ્રકારના લોકો દુ:ખી જ છે. જેમની પાસે કાંઈ નથી તે પોતાની દીનતાના કારણે દુઃખી છે અને કાંઈક મેળવવા તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. અને જેમની પાસે
આજીવિકાનું સાધન છે. કાંઈક મકાન મિલ્ક્ય પણ છે. તેઓને તેનાથી સંતોષ નથી. તેથી અતૃપ્ત આંકાક્ષાઓને કારણે તેઓ દુ:ખી છે. આ કારણે તેમની પાસે જે છે તેનો કોઈ મતલબ રહેતો નથી અને વધુ મેળવવા માટે તેઓ પણ સતત સંઘર્ષ કરે છે. આ પ્રકારે બન્ને પ્રકારના મનુષ્યો દુ:ખી જ છે.
એક ગરીબ બ્રાહ્મણે સુખી થવા માટે તપસ્યા કરી દેવને પ્રસન્ન કર્યા. દેવે તેને કોઈ સુખી માણસના કપડાં પહેરવાથી પોતે સુખી થશે એવું વરદાન આપ્યું. બ્રાહ્મણ બધે ફરી વળ્યો. પણ દરેક માણસ શારીરિક, આર્થિક, કૌટુંબિક, સામાજીક જેવી કોઇને કોઇ સમસ્યાથી પરેશાન
૬૪
હતો. દરેક મનુષ્ય આધિ-વ્યાધિ-ઉપાધિથી ત્રસ્ત હતા. તેથી કોઈએ એમ ન કહ્યું કે પોતે સુખી છે. છેવટે કોઈએ તેને પાસેના વનમાં વિચરતા સાઘુ સુખી છે તેમ જણાવ્યું. તેથી તે સાધુ પાસે ગયો. પણ તેણે જોયું તો નિગ્રંથ નિષ્પરીગ્રહી સાધુ પાસે કોઈ વસ્ત્ર જ નહોતું ! અહી કહેવાનું તાત્પર્ય એ છે કે સંસારી સપરિગ્રહી અજ્ઞાની જીવ કોઈ સુખી હોતો જ નથી. અને મોક્ષામાર્ગી નિષ્પરિગ્રહી મહાત્મા જ સુખી હોય છે.
સંસારની પ્રતિકૂળતા અને અગવક્તાઓ દુખરૂપ છે અને બધા તેને દુ:ખ માને પણ છે. પરંતુ અજ્ઞાની જીવ સંસારની સાનુકૂળતા અને સગવડતાઓને સુખ માને છે. પણ વાસ્તવમાં તે પણ દુઃખરૂપ છે. પુણ્યોદયથી પ્રાપ્ત સંયોગોમાં મોહજન્ય રતિભાવ અને મિથ્યાત્વના કારણે દુઃખ હોવા છતાં પણ સુખપણે અનુભવાય છે.
સંસારી વનો ઉપયોગ એક સમયને માટે પણ સ્થિર હોતો નથી. ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા છે અને આકુળતા અને દુ:ખનું જ લક્ષણ છે. તેથી સંસારી જીવ નિરંતર દુ:ખી જ જાણવો.
મોક્ષમાર્ગ અને મોમાં જ ઉપયોગની સ્થિરતા હોય છે તેથી આત્માનું નિરાકુળતામય સાચું સુખ તેમાં જ છે.
Y
મોક્ષનું સુખમય સ્વરૂપ
||
E આત્માની અશુદ્ધ પરિણતિરૂપ સંસારના અભાવથી ઉત્પન્ન થતી શુદ્ધ પરિણતિને મોક્ષ કહે છે. મોક્ષમાં પોતાની પરિણતિની
દેતા હોવાથી મોક્ષનું સ્વરૂપ સુખમય છે,
દુઃખનું લક્ષણ આકુળતા અને સુખનું લક્ષણ નિરાકુળતા છે. પોતાના આત્માની પરિણતિની અશુદ્ધંતાના કારણે થતી ઉપયોગની અસ્થિરતા એ જ આકુળતા છે અને આકુળતા એ જ દુ:ખ છે.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના