________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
अत्रोच्यते-आद्यपक्षोक्तदोषाभावस्तावदनभ्युपगमादेव, तदभ्युपगमेऽपि च मङ्गलस्य लवणप्रदीपादिवत् स्वपरानुग्रहकारित्वादुक्तदोषाभाव इति । " चरमपक्षेऽपि न मङ्गलोपादानानर्थक्यं, शिष्यमतिमङ्गलपरिग्रहाय शास्त्रस्यैव मङ्गलत्वानुवादात्, एतदुक्तं भवति-कथं नु नाम विनेयो मङ्गलमिदं शास्त्रमित्येवं गृह्णीयात् ?, अतो मङ्गलमिदं शास्त्रमिति कथ्यते । आह5 यद्यपि मङ्गलमिदं शास्त्रमित्येवं न गृह्णाति विनेयस्तथापि तत् स्वतो मङ्गलरूपत्वात् स्वकार्यप्रसाधनायालमेवेति कथं नानर्थक्यं ?, न, 'अभिप्रायापरिज्ञानात्, इह मङ्गलमपि मङ्गलबुद्ध्या परिगृह्यमाणं मँङ्गलं भवति, साधुवत्, तथाहि – साधुर्मङ्गलभृतोऽपि सन्मङ्गलबुद्ध्यैव गृह्यमाणः प्रशस्तचेतोवृत्तेर्भव्यस्य तत्कार्यप्रसाधको भवति, यदा तु न तथा
८
સમાધાન : તમે બતાવેલ દોષોમાં પ્રથમ તો મંગલને શાસ્ત્રથી જુદા માનેલા ન હોવાથી 10 ભિન્ન પક્ષમાં કહેલા દોષો તો અમને આવશે જ નહીં. છતાં કદાચ ભેદપક્ષ માનીએ તો પણ લવણપ્રદીપની જેમ મંગલ સ્વપર ઉપકારી હોવાથી અનવસ્થા દોષ રહેતો નથી. (જેમ લવણ પોતે ખારું છે અને જે ભોજનાદિમાં ભળે તે ભોજનાદિને પણ ખારું બનાવવાની શક્તિવાળું છે. તથા જેમ દીપક સ્વ–પર બન્નેનો પ્રકાશક છે તેમ મંગલ પણ પોતે મંગલરૂપ હોવા સાથે જેમાં ગૂંથાય છે તેને પણ મંગલરૂપ બનાવે છે. તેથી પૂર્વે જે કહ્યું કે “અમંગલરૂપ 15 શાસ્ત્રને સેંકડો મંગલો વડે પણ મંગલરૂપ બનાવી શકાય નહીં” તે યુક્તિસંગત નથી. તેથી અનવસ્થા પણ રહેતી નથી.) હવે જો અભિન્ન પક્ષ માનો તો” વગેરે કહેવા દ્વારા અભિન્નપક્ષમાં આપત્તિ આપી તે પણ રહેતી નથી, કારણ કે શિષ્યમાંતમાં મંગલનો પરિગ્રહ કરવા માટે શાસ્રને મંગલરૂપ કહ્યું છે અર્થાત્ શિષ્ય પણ ‘આ શાસ્ર મંગલરૂપ છે’. એવું જાણી શકે તે માટે મંગલનું ઉપાદાન કરેલ છે.
20
શંકા : જો કે શિષ્ય “આ શાસ્ત્ર મંગલરૂપ છે” એવું ન જાણે તો પણ શાસ્ત્ર સ્વયં મંગલરૂપ હોવાથી નિર્વિઘ્નપણે પાર પામવારૂપ પોતાનું (મંગલનું) કાર્ય કરવામાં સમર્થ જ છે તો શા માટે ઉપાદાન નિરર્થક ન કહેવાય ?(અર્થાત્ ‘આ શાસ્ત્ર મંગલરૂપ છે’’એવી મંગલની બુદ્ધિ શિષ્યને ન થાય તો વાંધો શું છે.?)
સમાધાન ઃ તમને શાસ્ત્રકારોના અભિપ્રાયોનું જ્ઞાન લાગતું નથી. મંગલ પણ મંગલન 25 બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ મંગલરૂપ બને છે, અર્થાત્ પોતાનું કાર્ય કરવામાં સમર્થ બને છે. જેમકે, મંગલભૂત એવો પણ સાધુ જો મંગલની બુદ્ધિથી ગ્રહણ કરાય તો જ પ્રશસ્તચિત્તવૃત્તિવાળા ભવ્યજીવોને કાર્યની સિદ્ધિ કરનારો બને છે. પણ જો મંગલની બુદ્ધિથી ગ્રહણ ન થાય તો
૮૭. મેદ્રંતિ । ૮૮. અનિષ્ટાન્નક્ષìતિ । ૮૧. મેપક્ષે । ૧૦. સિદ્ધ ધનમ્ । ૧૬. इष्टनमस्कारादिमङ्गलविधानद्वाराऽनूद्यते । ९२. शास्त्रम् । ९३. अन्यनमस्कारादिमङ्गलनिरपेक्षत्वेन । ९४. 3)નિર્વિઘ્નપામનાર્િ। . મકૃતપસ્યાપિ મઙ્ગલો । ૧૬. મકૃતાર્યદ્ભુત્ । ૧૭. ‘નોમો भावो सुविसुद्धो खाइयाइओ' त्ति ( वि० ४९ गाथा ) वचनात्क्षायिकादिभाववतो यतेर्मङ्गलता । ९८. आसन्नसिद्धिताज्ञापनाय । ९९. प्रधानमङ्गलतासंपादनेति । १. मङ्गलबुद्ध्या ।